ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2023 પુરુ થયું અને વર્ષ 2024 એટલેકે, નવા વર્ષનો આજથી પ્રારંભ થયો. નવા વર્ષનો પ્રારંભ લોકો મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને કરતા હોય છે. ત્યારે ગુજરાતના એક મંદિરમાં ઉમટી વિશાળકાય જનમેદની. ત્યાર પછી કંઈક એવું થયું જે આથી દુનિયામાં ક્યાંય ન થયું હોય. અહીં વાત થઈ રહી છે આપણાં મેહોણા જિલ્લાની. નવા વર્ષના પહેલાં જ દિવસે રાજ્યના મહેસાણા જિલ્લાએ પોતાના નામે નોંધાવી વિશ્વ કક્ષાની અનોખી સિદ્ધિ. મહેસાણા જિલ્લાએ પોતાના નામે કર્યો અનોખો વિશ્વ વિક્રમ. મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ પણ આ નજારો જોઈને દંગ રહી ગયાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે નવા વર્ષે રાજ્યના મહેસાણા જિલ્લમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લામાં આવેલાં જગપ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે. રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.


કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. PMના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે. 


કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના 18 હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી હતી. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી વિધાર્થીઓ આવ્યા છે.  2024નો આજે પ્રથમ દિવસ છે ત્યારે આ પ્રથમ દિવસના સૂર્યના પ્રથમ કિરણથી એક નવો વિક્રમ નોંધાવવા જઈ રહ્યો છે. સુરતમાં યોગમાં આપણે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો તો ત્યારે આજે ફરી વિશ્વ રેકોર્ડ નોંધાશે. આપનો દેશ અને આપણું ગુજરાત અલગ છે. દુનિયા 2024ના નવા વર્ષેની પાર્ટી માણે ત્યારે આપણા યુવાનો રોગ ભગાવવા યોગ કરે છે. નવા વર્ષેમાં દેશના યુવાનો એક સંકલ્પ લે કે આપને યોગ કરીશું અને સૂર્ય નમસ્કાર રોજ કરીશું.