તથ્યકાંડમાં મોટો ધડાકો! કોણ લઈ ગયુ અકસ્માતમાં યમદુત બનેલી જગુઆર? પોલીસનો ખુલાસો
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ: તથ્યની અકસ્માતવાળી જગુઆર કાર બનાવટી સહી કરીને કોઈ પોલીસ પાસેથી છોડાવી ગયું હોવાના સમાચારો માધ્યમોમાં વહેતા થયા હડકંપ મચી ગયો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ઝી 24કલાક પર આ સમગ્ર મામલે થયો છે મોટો ખુલાસો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જે કારથી તથ્ય પટેલ નામના નબીરાએ સંખ્યાબંધ નિર્દોષ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં એ મોંઘીદાટ જગુઆર કાર પોલીસના કબજામાંથી કોઈ ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના સમાચારો ચારેય તરફ વહેતા થયા છે. તથ્ય પટેલની જગુઆર કાર કોઈ બનાવટી સહી કરીને છોડાવી ગયું હોવાના સમાચારોએ ભારે ચર્ચા જગાવી છે. મોટાભાગના સમાચાર માધ્યમોમાં આ પ્રકારના સમાચારો પ્રસારિત થયા છે. ખોટી સહી કરીને કોણ છોડાવી ગયું તથ્યની મોંઘીદાટ જગુઆર કાર? પોલીસના કબ્જામાં રહેલી કારને કોણે બનાવટી સહી કરીને છોડાવી? શું તથ્યકાંડ કેસમાં અંદરોઅંદર કંઈક રંધાઈ રહ્યું છે? આવા અનેક સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળશે.
જીહાં, તથ્યની અકસ્માતવાળી જગુઆર કાર બનાવટી સહી કરીને કોઈ પોલીસ પાસેથી છોડાવી ગયું હોવાના સમાચારો માધ્યમોમાં વહેતા થયા હડકંપ મચી ગયો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ઝી 24કલાક પર આ સમગ્ર મામલે થયો છે મોટો ખુલાસો. ખુદ પોલીસે સામે આવીને કરવો પડ્યો છે આ ખુલાસો. ગુજરાત પોલીસે આ ખુલાસો કરવાની ફરજ પડી છે. પોલીસે ખુદ એવો ખુલાસો કર્યો છેકે, તથ્યકાંડના અકસ્માતવાળી જગુઆર કાર કોઈ ખોટી સહી કરીને છોડાવી નથી ગયું. આ કાર હજુ પણ પોલીસના કબ્જામાં સુરક્ષિત છે. બનાવટી સહી કરીને પોલીસ પાસેથી કાર છોડાવી લેવાની વાત સાવ ખોટી અને અફવા છે.
બનાવટી સહી કરનારાને શોધવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં આ કાર મુદ્દામાલ તરીકે જપ્ત થઈ હતી. ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાં ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાની વાતે જોર પકડ્યું છે. તથ્ય પટેલ સામેના ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી જતા હાહાકાર મચી ગયો છે. જેને લઈને હાઇકોર્ટમાં આ વ્યક્તિને શોધવા અને તપાસ કરવા અરજી કરાઈ છે. આ પીટીશન પર આગામી દિવસોમાં સુનાવણી થશે તેવા સમાચારો પણ વહેતા થયા હતા.
જગુઆર કારના મુળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેવાતા કાર કોઈ અજાણી વ્યક્તિ છોડાવી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. મોટાભાગના સમાચાર માધ્યમોએ પણ આ સમાચાર પ્રસારિત કર્યા હતા. જોકે, ઝી 24કલાકે તથ્યકાંડમાં સત્યની શોધ કરી તો સામે આવી સાચી હકીકત...
ઉલ્લેખનીય છેકે, તથ્ય પટેલ સામેના ગુનાની તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજુ ચાર્જફ્રેમ પણ થયો નથી તે પહેલા કાર કોઈ નકલી સહી કરીને છોડાવી જાય તે ગંભીર બાબત છે. અજાણી વ્યકિત સામે તપાસ કરવા અને કાયદેસર તપાસ કરવા દાદ માગવામાં આવી હોવાની વાત પણ ચર્ચામાં છે.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કઈ રીતે લઈ શકાય પરત?
કોઇપણ કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલને પરત મેળવવા પરચૂરણ અરજી કરવી પડે છે તેમાં માલિકે સોગંદનામું રજિસ્ટ્રાર સમક્ષ કરવાનું હોય છે. ત્યાર બાદ પુરી ચકાસણી અને ખરાઈ થયા પછી જ જપ્ત કરાયેલો મુદ્દા માલ પરત આપવામાં આવતો હોય છે.
જોકે, તપાસમાં ખબર પડી કે, આવું કોઇ સોગંદનામું કરવામાં જ આવ્યું નથી. હાઇકોર્ટમાં એવી રજૂઆત કરાઈ છે કે ટ્રાયલ કોર્ટમાં બનાવટી સહીઓ સાથે કોઇ કેસની મહત્વની કડી ગુમ કરાવવા માંગે છે.નકલી સહીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલીને તેની સત્યતા તપાસવા માગણી કરાઇ છે.
ચાર્જફ્રેમ થતા પહેલાં જ રમત રમાયાની આશંકા વ્યક્ત કરાઈ હતી-
તથ્ય પટેલ અકસ્માત સમયે જે કાર ચલાવતો હતો તે જગુઆર કાર મૂળ ક્રીશ વરિયા નામના વ્યકિતની છે. આગામી દિવસોમાં તથ્યના કેસમાં ચાર્જફ્રેમ થવાનો હતો તે પહેલા કોઇ ક્રીશ વરિયાની ખોટી સહી કરીને અને કાર છોડાવી જતા કેસને નુકશાન થવાની શકયતા છે. હાઇકોર્ટમાં કાર છોડાવી જનાર સાથે કોર્ટના સ્ટાફની પણ મિલીભગત હોવાની દહેશત વ્યકત કરી હતી.