ગુજરાતમાં ફરી વાઘ આવ્યો! આ જિલ્લામાં આટાંફેરા કરી રહ્યો છે ખુંખાર વાઘ, જુઓ Exclusive Video
અમુક ખેડૂતો તો ડરને કારણે ખેતરમાં જવાનું પણ ટાળી રહ્યાં છે. જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે.
અલ્પેશ સુથાર, મહિસાગરઃ ફરી એક વખત મહીસાગરમાં વાઘે દેખા દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઝી 24 કલાક પાસે વાઘનો એક્સક્લુઝીવ વીડિયો છે. જંગલ વિસ્તારમાં અને ખેતરોમાં વાઘ ફરી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુરના જંગલ વિસ્તારમાં સતત બકરા અને રોઝના મારણ ને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આસપાસ ખેતરો અને જંગલ માં મારણ વધતા લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. અમુક ખેડૂતો તો ડરને કારણે ખેતરમાં જવાનું પણ ટાળી રહ્યાં છે. જંગલના મોટા પહાડોમા વાઘ રહેતા હોવાનો પુરાવો ફરી એકવાર ગ્રામજનોએ આપ્યો છે. ગામ લોકો દ્વારા મહીસાગરના વિસ્તારોમાં ફરતા વાઘનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, જિલ્લાનું વન વિભાગ વાઘ હોવાની પુષ્ટિ કરતું નથી.
હજુ સુધી સત્તાવાર રીતે રાજ્યના વન વિભાગ દ્વારા વાઘ હોવા અંગેની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, ગામ લોકો અને પ્રત્યક્ષદર્શી ઓ દ્વારા મહિસાગર જિલ્લામાં હાલ વાઘ હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. હાલ જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોમાં પણ વાઘ હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છેકે, આ અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ મળી આવ્યો હતો. વન વિભાગની નિષ્ફળતા ને લઈ અગાઉ વાઘ મોત ના મુખમાં ધકેલાયો હતો. આ વખતે વાઘનો વિડિઓ વાયરલ થતા હજુ સુધી વનવિભાગ હરકતમાં આવ્યું નથી. વાયરલ વિડિઓ ખાનપુર તાલુકાના જંગલ વિસ્તારનો હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં દેખાયો હતો વાઘ-
વર્ષ 2020માં ફેબ્રુઆરી મહિનામાં મહીસાગરના જંગલમાં વાઘ દેખાયો હતો. જેના બાદ વનવિભાગે તેની શોધખોળ કરી હતી. પરંતુ વનવિભાગને મૃત વાઘ હાથ લાગ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન ઝાડીઓમાં ફસાયેલ અને કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી હતી. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા હતા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે તે સમયે અમદાવાદની વન વિભાગની ટીમ પણ વાઘ અંગે સર્ચ કરવા માટે પહોંચી ગઈ હતી.
3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પહેલું રાજ્ય છે-
રાજ્યના મહીસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. આ પુષ્ટિ થતા જ ગુજરાત રાજ્ય સિંહ, દીપડા અને વાઘની વસ્તી ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આમ, ત્રણ હિંસક પ્રાણીઓની હાજર ધરાવતું ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે. સિંહો એ ગુજરાતનું ગૌરવ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દીપડાના હુમલા પણ વધી જતા દીપડાની વસ્તી વિશે માહિતી સામે આવી હતી. ત્યારે સિંહો અને દીપડાની વસ્તી ધરાવતા ગુજરાતમાં જ્યારથી વાઘ દેખાયાના સમાચાર વહેતા થયાં છે.