ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે વાત કરીશું ગુજરાતની રાજનીતિના એક એવા નેતાની જેણે પોતાની કોઠાસુજથી સરકાર અને સંગઠનમાં વર્ષો સુધી પોતાનું સ્થાન જમાવી રાખ્યું...વિપક્ષના ઘેરામાં ઘેરાઈને સરકાર જ્યારે બેકફૂટ પર હોય ત્યારે પોતે ફ્રંટ ફૂટ પર રહીને હંમેશા સરકારનો બચાવ કરતા રહ્યાં...ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં મીડિયાના તીખા સવાલોનો ચહેરા પર સ્મિત રાખીને રમૂજ અંદાજથી જવાબ આપવામાં માહેર...ભલે તેઓ ક્યારેય મુખ્યમંત્રી ન બન્યા પણ ભાજપ સરકારના બધા જ મુખ્યમંત્રીઓ માટે તેઓ તેમની સરકારનો મહત્ત્વનો ભાગ જરૂર રહ્યાં...આ દિગ્ગજ નેતાના નામે આમ તો અનેક રેકોર્ડ છે પણ એક એવો રેકોર્ડ છેકે, જે કદાચ કોઈના નામે નહીં હોય...નાયબ મુખ્યમંત્રીની ખુરશી સુધી તો તે પહોંચી ગયા...ત્રણ-ત્રણ વખત તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં પણ આવ્યું...પણ કોણ જાણે કેમ કિસ્મતે દર વખતે છેલ્લાં ટાઈમે બાજી બદલી નાંખી...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  Yoga Day 2022: દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ ફિટનેસ માટે શું કરે છે? બધાનો છે એક જ ફંડા

વ્હાઈટ કલરની સફારી...સફારીના શર્ટમાં બે પેન...પગમાં બ્લેક કલરના સેન્ડલ...અને ધીર ગંભીર ચહેરા પાછળ છુપાયેલો રમૂજ અંદાજ...આ વર્ણન કરતાની સાથે જ 5 ફૂટ 3 ઈંચની કદ કાઠી વાળી એક એવી વ્યક્તિની પ્રતિભા આપણાં માનસપટ પર તરી આવે જે ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું નામ ધરાવે છે. કેશુભાઈ પટેલ હોય કે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી, ગુજરાતના ભાજપ સરકારના દરેક મુખ્યમંત્રીઓની સાથે રહીને તેમણે કામ કર્યું. વજુભાઈ વાળા પછી ગુજરાતમાં સૌથી વધુ વખત તેમણે નાણામંત્રી તરીકે સરકારનું બજેટ રજુ કરવાની સિદ્ધિ હાંસલ કરી. હંમેશા કેબિનેટ કક્ષાનું મંત્રાલય તેમની પાસે રહ્યું...ભલે તેઓ ક્યારેય સીએમ ન બની શક્ય પણ તેમનો રુઆબ અને રુતબો મુખ્યમંત્રીથી ઓછો ન હતો...મંત્રીઓ હોય કે સરકારના અધિકારીઓ ક્યાંય પણ ગુંચવાય ત્યારે સલાહ લેવા તેમની પાસે જ આવતાં. અને તેમના પિટારામાં દરેક સમસ્યાના સમાધાનનો ઈલાજ પણ રહેતો. અમે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલની. સચિવાલયમાં તેમની હાજરીથી જ હંમેશા માહોલ બની રહેતો.

આ પણ વાંચોઃ  Social Media પર એક Post કરવા માટે કરોડો રૂપિયા વસૂલે છે આ સેલિબ્રિટી, કોની કેટલી ફી છે જાણો

22 જૂન 1956ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક શ્રીમંત પરિવારમાં તેમનો જન્મ થયો. વતનમાં રહીને જ તેમણે બી.કોમ સુધીનો અભ્યાસ પુરો કર્યો. જોકે ત્યારબાદ તેઓ પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા. શરૂઆતથી જ સંઘ અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત હોવાથી આગળ જતાં તેમણે આ દિશામાં આગળ જવાનું નક્કી કર્યું. અને રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતના દિવસોથી પક્ષના સામાન્ય કાર્યકર તરીકે જોડાઈ ગયા.
બદલાતા સમયની સાથે પક્ષ અને તેમનો બન્ને વિકાસ થયો. ચારેય કોર ભાજપનું કમળ ખિલ્યું અને આ નેતાનું રાજકીય કદ પણ વધ્યું.

આ પણ વાંચોઃ  Katrina Kaif લગ્ન પછી પણ Vicky Kaushalના બદલે આ શખ્સ જોડે વિતાવે છે વધારે સમય! કંઈ બોલી નથી શકતો પતિ

નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રોંગ હોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્વના નેતા છે. જોકે રાજકીય જીવનમાં પણ તેમની એન્ટ્રી બહુ નાની ઉંમરે થઈ ગઈ હતી. 1974માં નીતિન પટેલ કડી તાલુકાની નવનિર્માણ સમિતિના જનરલ સેક્રેટરી બન્યા. માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ કડી નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા. અને 15 વર્ષ સુધી સેવા આપી. આ દરમિયાન તેમણે નગરપાલિકામાં વિવિધ પદો પર કાર્ય કર્યુ. 1988-90 દરમિયાન નીતિન પટેલ કડી નગરપાલિકાના પ્રમુખ બન્યા. આ સિવાય 8 વર્ષ સુધી ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર રહ્યા. જોકે 1990-95માં કડી બેઠક પરથી નીતિન પટેલે 2738 મતથી જીત મેળવી વિધાનસભામાં પ્રવેશ કર્યો.

આ પણ વાંચોઃ  શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત વચ્ચે શું તફાવત? જાણો બ્રહ્માજીએ નારદને સંગીત શિખવ્યું એ પછીની રોચક વાતો

નજીવી સરસાઈ સાથે જીત મેળવીને નીતિન પટેલ પહેલીવાર વિધાનસભામાં પ્રવેશ્યા. ત્યારબાદ 1995-97માં યોજાયેલી ચૂંટણીમાં પણ ખૂબ ઓછા માર્જિન સાથે કરસનજી ઠાકોર સામે જીત્યા. આ સમયે પાર્ટીને 182માંથી 121 બેઠકો મળી.. અને નીતિન પટેલના ખાતામાં કેબિનેટ કક્ષાનું ખાતું એટલે સ્વાસ્થ્ય મંત્રાલય આવ્યું... ત્યારબાદ તેમણે 1999માં પંચાયતના કામની જવાબદારી સંભાળી. અને 2001માં ફરી લોટરી લાગતાં નીતિન પટેલ નાણામંત્રી બન્યા. પરંતુ દરેકનો સમય સરખો હોતો નથી. કંઈક આવું જ નીતિન પટેલ સાથે થયું.  2002માં યોજાયેલી ચૂંટણીમાં કડી બેઠક પરથી કોંગ્રેસના બળદેવજી ચંદુજી ઠાકોર સામે તેમને હારનો સામનો કરવો પડ્યો. ભાજપની લહેર હોવા છતાં નીતિન પટેલ પોતાની બેઠક જાળવી શક્યા નહીં. તેમ છતાં તે હિંમત હાર્યા નહીં.

આ પણ વાંચોઃ  મસ્તીથી સેલ્ફી લેતી આ હોટ હીરોઈન કેમ લટકી ગઈ પંખે? જાણો કેમ કરી લીધી આત્મહત્યા...

2007ની ચૂંટણીમાં કડી બેઠક પરથી જીત મેળવી...સરકારમાં સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા... સાથે જ પાણી-પુરવઠા, શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગની જવાબદારી સોંપાઈ..2012ની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ધારાસભ્ય બન્યા...તે સમયે નાણાં, સ્વાસ્થ્ય. તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ અને ટ્રાન્સપોર્ટની જવાબદારી સંભાળી...2014માં ફરી એકવાર કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી...તે સમયે સ્વાસ્થ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, રોડ, બિલ્ડિંગ, કેપિટલ પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગની જવાબદારી સંભાળી...

આ પણ વાંચોઃ  આટલી ઉંમરે પણ રોજ 18 કલાક કઈ રીતે કામ કરી શકે છે PM મોદી? Lifestyle જાણીને થશે અચરજ

નીતિન પટેલ ભાજપમાં સૌથી સિનિયર  અને અનુભવી નેતા માનવામાં આવે છે... પરંતુ તેમના હાથમાં મુખ્યમંત્રીની ખુરશી આવી નહીં... ત્રણ-ત્રણ વખત સીએમની ખુરશી તેમનાથી હાથવેંત દૂર રહી ગઈ...તેમના મનમાં હોય કે ન હોય પણ તેમના સ્નેહીજનો અને તેમના સમર્થકોને આ વાતનો વસવસો હંમેશા રહેશે...સૌથી પહેલાં 2016માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું...તે સમયે નીતિન પટેલનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું...પરંતુ અંતે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી બનીને સંતોષ માનવો પડ્યો. 2017માં વિધાનસભાની ચૂંટણી પછી પાટીદાર નેતા તરીકે નીતિન પટેલ સીએમની રેસમાં આગળ હતા...પરંતુ વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા...ત્યારબાદ 2021માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું...આ સમયે પણ નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું...પરંતુ હાઈકમાન્ડે સરપ્રાઈઝ નામ જાહેર કરતાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા...


અને આવું જ કંઈક નીતિન પટેલ સાથે થયું... ત્રણ-ત્રણ વખત સુધી સીએમના ચહેરા તરીકે દાવેદાર હોવા છતાં તે બની શક્યા નહીં... હાલમાં નીતિન પટેલ રાજ્ય સરકારમાં મંત્રી પણ નથી... પરંતુ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે...કડવા પટેલ નેતા હોવાથી બોલવામાં થોડી કડવાશ ખરી પણ આખા બોલા નેતા...કોઈના પણ સારા નરસા પ્રસંગમાં હંમેશા પહેલાં ઉભા રહે...પોતે જ નિવેદનમાં કહ્યું હતું કે મરી જઈશ પણ ભાજપ નહીં છોડું...પાર્ટી જે કામ આપશે તે કરતો રહીશ....
આવી જ બીજી સારી કહાની સાથે ઝી ડિજિટલના પ્લેટફોર્મ પર ફરી મળીશું...અમારો આ વીડિયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો...