ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદીઓ આનંદો! નજીકના સમયમાં જ અમદાવાદને મળવા જઈ રહ્યું છે નવું નજરાણું. અમદાવાદ શહેરની સુખાકારી અને સુખસુવિધામાં વધાર કરવા માટે સરકારી તંત્ર કામે લાગેલું છે. જે અંતર્ગત પીએમ મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક ગણાતા મેટ્રો રેલ પ્રોજેક્ટે હવે શહેરની ધરતી પર આકાર લઈ લીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિની આસપાસ અમદાવાદીઓને પ્રધાનમંત્રી મોદી તરફથી મેટ્રો રેલની ભેટ મળી શકે છે. પીએમ મોદીના હસ્તે મેટ્રો રેલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હોય કેે આખરે આ મેટ્રો રેલનું ભાડું કેટલું હશે? તો મેટ્રો રેલને લઈને તમારા તમામ સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળી જશે...થલતેજથી વસ્ત્રાલ, APMCથી મોટેરા રૂટ પર 32 મેટ્રો દોડાવાવાનો હાલનો પ્લાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વથી પશ્ચિમ રૂટ - વસ્ત્રાલથી થલતેજ વચ્ચે સ્ટેશન


થલતેજ ગામ                  ઘી કાંટા
દૂરદર્શન કેન્દ્ર                  કાલુપુર
ગુરુકુળ રોડ                   કાંકરિયા ઈસ્ટ
ગુજરાત યુનિવર્સિટી        એપરલ પાર્ક
કોમર્સ સિક્સ રોડ           અમરાઈવાડી
સ્ટેડિયમ                       વસ્ત્રાલ
જૂની હાઈકોર્ટ               નિરાંત ક્રોસરોડ
શાહપુર                        વસ્ત્રાલ ગામ

​​​ઉત્તરથી દક્ષિણ રૂટ - APMCથી મોટરા વચ્ચે સ્ટેશન


મોટેરા સ્ટેડિયમ            ઉસ્માનપુરા
સાબરમતી                   ગાંધીગ્રામ
એઈસી                         પાલડી
સાબરમતી સ્ટેશન          શ્રેયસ
રાણીપ                         રાજીવનગર
વાડજ                           જીવરાજ
વિજયનગર                   એપીએમસી
​​​​​​​


          થલતેજથી વસ્ત્રાલ        APMCથી મોટેરા
મોડ     મિનિટ         ભાડું          મિનિટ    ભાડું
મેટ્રો     35                25               35    25
રિક્ષા    55              325               40    246
કેબ      55              360               40    320


મળતી માહિતી મુજબ અમદાવાદના નિર્ધારિત કરાયેલાં દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ જેટલાં સમય માટે જ રોકાશે. તેથી ખુબ જ ઝડપથી મુસાફરોએ મેટ્રોમાં સવાર થઈ જવાનું રહેશે. એ પ્રકારે ફ્રિકવન્સી સેટ કરવામાં આવી છેકે, પેસેન્જરને દર અડધો કલાકે ટ્રેન મળી રહેશે. 30 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. 21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે.

શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે.પહેલાં વીકમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને એપીએમસીથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે. જો તમે વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જાવ તો 55 મિનિટ અને રૂ.325 ભાડું કેબમાં પણ 55 મિનિટ થાય અને ભાડું 360 થાય. એપીએમસીથી મોટેરા કેબ માટે 320 અને રિક્ષાનું ભાડું રૂ.246 થાય છે. વસ્ત્રાલ ગામથી થલતેજ કેબમાં જાવ તો ભાડું રૂ.360, રિક્ષામાં 325 થાય​​​​​​​ છે. ​​​​​​​મેટ્રો પરિવહનનો એક સસ્તો વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ કેબમાં જાવ તો રૂ.360 અને રિક્ષામાં જાવ તો રૂ.325 ભાડું ચૂકવવું પડે.