ચિરાગ જોશી, વડોદરાઃ વડોદરાના ચાંદોદમાં પોલીસ કોન્સ્ટેબલે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે.ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ સાથે કોન્સ્ટેબલે ગેરવર્તણુંક કરતા તેને સસ્પેન્ડ કરવાની માંગણી  ઉઠી રહી છે. કોન્સ્ટેબલે ભાજપના જ કોર્પોરેટર સાથે કરેલું ખરાબ વર્તન અને ધમકી આપ્યાની ઘટના ચર્ચાનો વિષય બની છે. અને ફરી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઈ નગરપાલિકાના ઉપપ્રમુખ એમ. એચ. પટેલ પરિવાર સાથે પોતાની કારમાં બહાર જઈ રહ્યા હતા. આ સમયે તેમને એક પોલીસ કોન્સ્ટેબલે રોક્યા. સિવિલ ડ્રેસમાં રહેલા આ કોન્સ્ટેબલે પોતાની ઓળખ ભરત પટેલે તરીકે આપી અને તેમની કારને અટકાવી. સાથે જ તેમની કાર પર રહેલું સામાજિક સંસ્થાનું સ્ટીકર હટાવવા માટે મજબૂર કર્યા. આ સાથે એવી પણ ધમકી આપી કે પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ અંદર કરી દેવાની ધમકી આપી.


મોડી રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના કોર્પોરેટર એમ. એચ. પટેલ પોતાની ગાડીમાં પાછળ નંબર પ્લેટની નીચે લાગેલું સ્ટીકર કાઢતા દેખાઈ રહ્યો છે. આ વીડિયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે જ આ પોલીસ અધિકારી એવી પણ ધમકી આપે છે કે, પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ તમને અંદર કરાવી દઈશે. સૌથી મોટી વાત તો એ છે કે, પોલીસ કોન્સ્ટેબલે પોતાની ખોટી ઓળખ આપી હતી. દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં જોવા મળતા પોલીસ કોન્સ્ટેબલનું નામ ભરત પટેલ છે. પરંતુ તેણે પોતાની ઓળખો રાજુ રાઠવા તરીકે આપી હતી.


ડભોઈ પાલિકાના ઉપપ્રમુખ એચ.એમ. પટેલ પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હતા. રાત દરમિયાન કોન્સ્ટેબલ ભરત પટેલે પાલિકાના ઉપપ્રમુખ સાથે દાદાગીરી કરી હતી.આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ કર્મચારીની આવી વર્તણુંકથી સૌ કોઈ રોષમાં છે. દાદાગીરી કરતા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની પાલિકાના તમામ કોર્પોરેટરોએ માગ કરી છે.