સપ્ટેમ્બરના અંત સુધીમાં શરૂ થશે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સની પ્રવેશ પ્રક્રિયા, કયા કોર્સ છે જાણો
કોરોના કાળ બાદ ઓનલાઈન એજ્યુકેશનની પ્રક્રિયા પર સરકાર દ્વારા પણ વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને કારણે હવે તમે પણ ઘરે બેઠાં એજ્યુકેશન મેળવી શકો છો. આ ઓનલાઇન કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એડમિશન મળતા અભ્યાસ શરૂ કરવામાં આવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિદ્યાર્થીઓ માટે આ માહિતી સૌથી અગત્યની છે. જો તમે પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓનલાઈન કોર્સ કરવા માંગતા હોવ તો આ માહિતી ખાસ વાંચી લેજો. મહત્ત્વનું છેકે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષથી 13 કોર્ષ ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તમારે પણ આ કોર્સમાં એડમિશન લેવું હોય તો કઈ રીતે મેળવશો પ્રવેશ? શું છે ઓનલાઈન કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયા? જાણવા માટે વિગતવાર વાંચો સંપૂર્ણ આર્ટિકલ...
કોરોના કાળ બાદ ઓનલાઈન એજ્યુકેશનની પ્રક્રિયા પર સરકાર દ્વારા પણ વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને કારણે હવે તમે પણ ઘરે બેઠાં એજ્યુકેશન મેળવી શકો છો. આ ઓનલાઇન કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને એડમિશન મળતા અભ્યાસ શરૂ કરવામાં આવશે.
સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં શરૂ થઈ જશે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા-
ગુજરાત યુનિવર્સિટીમાં 3 UG અને 10 PG ના કોર્ષ માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે.કોઈ પણ ખૂણે બેસીને કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી કરી શકશે.મેરિટના આધારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ ઓનલાઇન ભણાવીને પરીક્ષા પણ ઓનલાઈન યોજવામાં આવશે.
ઓનલાઇન PG કોર્ષ-
MSC ક્લાઈમેટ ચેન્જ
MSC એંવાયરમેન્ટલ સાયન્સ
MSC ફોરેન્સિક એન્ડ સાયબર સિક્યોરિટી
MSC મેથેમેટિક્સ
MSC ફાર્મા
MSC આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
MA ઈંગ્લીશ
M. COM
MBA
MCA
ઓનલાઇન UG કોર્ષ-
BCA
B.COM
B.A. ઈંગ્લીશ