નચિકેત મહેતા, ખેડાઃ ગુજરાતમાં કોરોનાકાળના 2 વર્ષ બાદ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓમાં પણ ગરબે ઘુમવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં અસામાજિક તત્ત્વોએ ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી કરી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગરબાની રમઝટ બરાબર જામી હતી એવા સમયે જ અચાનક ત્યાં અસામાજિક તત્ત્વોનું ટોળું બદઈરાદા સાથે ત્યાં ધસી આવ્યું અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ ગરબે ઘૂમી રહેલાં લોકો પર પથ્થરમારો કરવા લાગ્યું. આ ઘટનાને પગલે ત્યાં દોડધામ મચી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડાના ઉંઢેરા ગામમાં ગત મોડીરાતે ગરબા સમયે પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે વિગતો આપતા ખેડા DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, માતર તાલુકાના ઉંઢેરા ગામમાં ગઈકાલે રાતે નવરાત્રીની આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube