રઘુવીર મકવાણા, બોટાદઃ લોકો નવી દુકાન ખોલે કો કોઈ નવા એકમનું ઉદઘાટન કરે ત્યારે મોટી સેલિબ્રિટી, ફિલ્મી હસ્તી કે પછી જાહેરજીવન સાથે સંકળાયેલાં મંત્રી-સંત્રીને બોલાવતા હોય છે. અને તેમની સાથે ફોટા પડાવીને પોતાના નવા એકમ અંગેની મોટા ઉપાડે સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા હોય છે. ત્યારે એનાથી બિલકુલ વિપરિત એક વ્યક્તિએ પોતાની નવી દુકાની શરૂઆત ગરીબ બાળકોના હાથે કરાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દુકાનદારે પોતાની નવી દુકાનનું ઉદઘાટન ઝૂંપડપટ્ટીના બાળકોના હસ્તે કરાવ્યું. આ કહાની છે ગુજરાતના બોટાદ જિલ્લાની. બોટાદ જિલ્લામાં આવેલાં ભરતભાઈ પ્રજાપતિ નામના યુવાને આજે ફાસ્ટફૂડની દુકાનનું ઉદઘાટન કર્યું. તમે પણ કહેશો કે એમાં નવી વાત શું છે. જે નવી દુકાન ખોલે એ વ્યક્તિનું એનું ઉદઘાટન કરે. પણ નવી વાત એ છેકે, ગરીબ બાળકો જે માંગવા આવતા હોય તો પણ લોકો તેને દૂર કરી દેતા હોય છે. એવા બાળકોના હસ્તે આ વેપારીએ પોતાના નવા ઔદ્યોગિત સાહસની શરૂઆત કરાવી.


એટલું જ નહીં ભરતભાઈએ ખાણી-પીણી એટલેકે, ફાસ્ટફૂડની દુકાન શરૂ કરી હતી. એટલે તેમણે પોતાની રીતે દરેકને નાસ્તો કરાવવાનું નક્કી કર્યું. ભરતભાઈએ તેમની પડોશમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતાં સંખ્યાબંધ બાળકોને એકઠાં કર્યાં. તેમણે આ ગરીબ બાળકોને પોતાની દુકાને લઈ જઈને તેમના હાથે દુકાનનું ઉદઘાટન કરાવ્યું અને આ ગરીબ બાળકોને મફતમાં મનમુકીને નાસ્તા-પાણી કરાવ્યાં.


સમાજમાં ગરીબ બાળકો કે જેને પહેરવા કપડાં ના ઠેકાણા ન હોય કે ન એક ટાઈમ ના જમવાના પણ ઠેકાણાં હોય. આવા બાળકો માટે ભાગ્યેજ લોકો મદદ માટે આગળ આવતા હોય છે. પરંતુ બોટાદ શહેરમાં તો આવા બાળકો સાથે કઈક અલગ જ બન્યું જેમની એમને સપનામાં પણ કલ્પના કરી ન હોય. બોટાદની નવી ફાસ્ટફૂડ દુકાનું ઉદ્ઘાટન કરવા માટે આ ગરીબ બાળકો પહોંચી ગયા હતા આ દ્રશ્ય લોકોને પ્રેરણા દાયી બન્યું હતું. બોટાદના શહેરીજનો પણ પ્રજાપતિ યુવાન ભરતભાઈ બાવળીયાની આ સરાહનીય કામગીરી ને બિરદાવી રહ્યા છે.