ઝી બ્યૂરો, પોરબંદરઃ પોરબંદરમાં તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકો રોષે ભરાયા હતાં. જોકે, ગેરકાયદે દબાણો દૂર કરવા માટે સરકાર હવે કડક હાથે કામ લઈ રહી છે. આજે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતુંકે, ગેરકાયદે દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. અને સરકારી કામકાજમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો કરનાર તોફાની તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, પોરબંદરમાં ગઈકાલે ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ટિયર ગેસ પર છોડવામાં આવ્યા હતા. તેને લઈને પોલીસ દ્વારા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે પોલીસે 40 જેટલા લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે.


પોરબંદર જિલ્લાના મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે 10 થી 15 શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી 20 થી 25 શખ્સોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કર્યા છે. પોલીસે હાલ શહેરમાંથી કુલ 40 કેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે અને CCTVના આધારે આગળની તપાસ પણ હાથ ધરી છે. હજી પણ કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવશે.


રેન્જ આઇ.જી પણ એકશન મોડમાં-
રેન્જ આઇ.જી પણ આજે સવારે પોરબંદર ખાતે દોડી આવ્યા હતા. અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજી હતી. શહેરીજનોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.