ગૌરવ દવે/રાજકોટ - સમસ્ત રાજપૂત સમાજની શૌર્ય અને વિરતાને સંગઠીત શકિત રૂપે એક તાંતણે બાંધવાના પ્રયત્નોને સાકાર કરવા માટે છેલ્લા ૨૦ વર્ષથી સમસ્ત રાજપૂત સમાજને એક તાંતણે જોડવાનો સંકલ્પ કરાવનારા સ્વ. નારશીભાઈ પઢીયાર અને માનનીય વજુભાઈ વાળાના પ્રયાસોને પૂર્ણ કરવા માટે સન્માનીય વડીલો, શ્રેષ્ઠીઓ અને યુવાનો દ્વારા ભગીરથ પ્રયાસના ભાગરૂપે ૨૫,૦૦૦ જેટલા પ્રતિનિધિઓ શ્રી ભવાનીધામ ખાતે એકત્ર થઈ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય શસ્ત્રપૂજન સમારોહ કરવા કટિબધ્ધ બન્યા છે. તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમસ્ત દેશભરમાં શોર્યનું પ્રતિક અને માં ભવાનીના આશિર્વાદ સાથે ઉજવણી થતો તહેવાર વિજયાદશમીના પાવન નિમિતે આ દેશના રજવાડાની અને ગૌ બ્રાહ્મણ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે રાજપૂતો દ્વારા પોતાના પ્રાણની આહુતી આપનાર તરીકેની ઓળખ ઉભી કરતો ઈતિહાસ ખુબ પ્રચલીત અને સ્મરણીય છે. સમગ્ર દેશ જયારે મોગલો અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યાર રાજપૂતોએ રાષ્ટ્ર ધર્મની રખેવાળી કરવા માટે કેસરીયા કર્યા હોય એવા અનેક ઉદાહરણો સમગ્ર ભારત વર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. ગૌ માતાની રક્ષા કાજે અનેક લોકો શહિદ થયા. બહેનોની સુરક્ષા માટે રાજપૂતો જ આગળ આવ્યા હતા અને તેવા શૂરવીરોના પાળીયા પણ ગામે ગામ પુજાય છે.


ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ સ્વરૂપે શસ્ત્રપૂજન કરવા રાજપૂત સમાજ એકત્રીત થશે. ૨૪ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓમાંથી ૧૦,૬૫૫ ગામના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે. કચ્છથી લઈ વલસાડ સુધીના તથા વાવ (થરાદ) થી લઈ ઉના, પોરબંદર સુધીના વિસ્તારોમાં શ્રી ભવાનીધામના વડીલો, યુવાનો ની વાયુવેગી ટીમ સર્વ રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજસભાઈ ભટ્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ રાજપૂત સમાજને કાર્યક્રમમાં જોડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. અંદાજે ૩૨ એકર જગ્યા ઉપર બનનારા માં ભવાનીના મંદિર સ્થળ ઉપર આ સમૂહ શસ્ત્રપૂજનનો વિરાટ કાર્યક્રમ નેશનલ હાઈવે નં.૮, ગામઃ વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે આયોજીત કરેલ છે.


લગભગ છેલ્લા ૨૦ દિવસથી ૨૧૦૦ સ્વયંસેવકોની ટીમો આ વ્યવસ્થા સંભાળે છે અને આયોજન માટે વિવિધ કમિટિના સભ્યો  વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ, ડો. અનીરૂધ્ધસિંહ પઢીયાર, અજયસિંહ મસાણી, મહેશભાઈ રાઠોડ, નવલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ મસાણી, વનરાજસિંહ પરમાર,  અરવિંદસિંહ જાદવ, લક્ષમણભાઈ ચાવડા, ગણેશભાઈ ગોહિલ, ભરતસિંહ રાઠોડ, જયેશભાઈ ચાવડા, વજુભાઈ મુખી, મનુભા ચૌહાણ, ઘનશ્યામસિંહ ધનરાજસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ મોરી સહિતની ટીમો ૨૪ કલાક કાર્યરત છે તેમ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું છે.


કાર્યક્રમ સ્થળની બાજુમાં ૩૦ એકરનું વિશાળ પાર્કીંગ વ્યવસ્થા નેશનલ હાઈવે-૮ ઉપર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ દર્શન નજીક ૩૦ એકર જગ્યા ઉપર વિશાળ પાર્કીંગ વ્યવસ્થા તૈયાર થઈ રહી છે. આ શસ્ત્રપૂજનના સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનીધામ ખાતે આવનારા દરેક પ્રતિનિધિઓ પોતાના વાહનનુ સુવ્યવસ્થિત પાર્કીંગ કરે તેવો અનુરોધ સ્વયંસેવકોની ટીમ દ્વારા કરાયેલ છે.