ચેતન પટેલ, સુરતઃ કુમાર કાનાણીએ ખુલીને કહ્યું છે કે, ઉદ્યોગપતિને નહીં પરંતુ બુથના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. ભાજપ સાથે સંબંધ ન હોય તેવા લોકોને ઉમેદવારે કેમ નોંધાવવા દેવી તેવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો છે. ભાજપની સેન્સ લેવાની કામગીરી વચ્ચે વર્તમાન ધારાસભ્યની નારાજગી સામે આવી છે. સુરતમાં ભાજપની એક બેઠક પર ઉમેદવાર તરીકે ડાયમંડ ક્ષેત્રના અગ્રણી દિનેશ નાવડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેના પર વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણી વિરોધ કરી રહ્યા છે. કુમાર કાનાણીએ ખુલીને કહ્યું છે કે, ઉદ્યોગપતિને નહીં પરંતુ બુથના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. ભાજપ સાથે સંબંધ ન હોય તેવા લોકોને ઉમેદવારે કેમ નોંધાવવા દેવી તેવો સવાલ કુમાર કાનાણીએ ઉઠાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાવડિયાનો કાનાણીને જવાબ-
આ મામલે ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જવાબ આપતા કહ્યું છે કે, હું ભાજપનો કાર્યકર રહી ચુક્યો છું. ડાયમંડ ઉદ્યોગ માટે મે ઘણું કામ કર્યું છે. કુમાર કાનાણીના વિચારો તેમના અંગત છે. હું ચૂંટણી લડું એ અમારા એસોસિયશનની માંગણી છે. જો મને સંગઠન એટલે કે વીએચપીનો આદેશ મળશે તો હું ચૂંટણી લડીશ.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube