Gujarat Weather Updates: વરસાદની સિઝન હતી ત્યારે વરસાદ આવતો નહતો. હવે વરસાદની સિઝન પુરી થઈ ગઈ છે ત્યારે વરસાદની આગાહી થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વાતાવરણમાં એવા ભયંકર ફેરફાર થયા છે અને જે સતત થઈ રહ્યાં છે તેની સીધી અસર હવામાન પર લાગે છે. હાલ ગુજરાતમાં એક રીતે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે સંખ્યાબંધ લોકો બીમાર પડી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આકરી ગરમીનો અનુભવ થાય છે. આવી ડબલ સિઝનને કારણે સંખ્યાબંધ લોકોને ખાંસી-ઉધરસ, કફ અને શરદીની તકલીફ થતી જોવા મળી રહી છે. ત્યારે ઠંડી સિઝન અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. દરેકના મનમાં એક જ સવાલ હોય છેકે, આ વખતે ઠંડી ક્યારથી શરૂ થશે...તેનો જવાબ જાણવા તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે...


ક્યારે જાહેર કરાયું છે અલર્ટ?
નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે, આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં તેની અસર થશે કે નહિ તે આગાહી હજી કરાઈ નથી. 


મોડો શરૂ થશે શિયાળોઃ
​હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છેકે, નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે.  


ચક્રવાત વરસાદ લાવશેઃ
હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે.  


ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે-
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.   


ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે. નવરાત્રિ બાદથી જ ગુજરાતમાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે.   


તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે. 


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં ઠડીનો ચમકારો નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી જોવા મળશે. કોલ્ડવેવ પણ ડિસેમ્બરમાં જોવા મળે તેવી શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. બે-ત્રણ દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 - 37 ડિગ્રી સુધી રહેશે, લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.


આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. 28મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાનું નથી.


24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમ વર્ષા થશે. જેને લઇ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા. મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.