વડોદરામાં ગરીબોનો કોળિયો ઝૂંટવી લેવાનું પાપ બેનકાબ! અન્ન પુરવઠા મંત્રી ભીખુ પરમારે કહ્યું હજુ કોઈ ફરિયાદ મળી નથી
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યુંકે, અમારા ધ્યાને આવશે તો કોઈપણ પ્રકારની ગેરરીતિ ચાલશે નહીં. મારા ધ્યાન પર હજુ કોઈ ફરિયાદ આવી નથી. સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. મારા ધ્યાને આવશે તો તપાસના આદેશ આપીશ.
રવિ અગ્રવાલ, વડોદરાઃ સંસ્કાર નગરી વડોદરાના સંસ્કારોને લાંચ્છન લગાડતી ઘટના સામે આવી. વડોદરા જિલ્લામાંથી સામે આવ્યું સરકારી અનાજનું મસમોટુ મોટું કૌભાંડ. લાખો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લાખો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર વેચી મારવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં પુરવઠા અધિકારીઓની પણ મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે.
શહેર અને જિલ્લાની 12 સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં પણ કૌભાંડ થઈ રહ્યું છે. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવી ગોલમાલ. એક જ કાર્ડ ધારકના નામે અન્ય દુકાનમાંથી પુરવઠો બારોબાર વેચાયો હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. થમ ડીવાઈસ અને કોમ્પ્યુટરનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર મામલામાં વડોદરા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ ઉંઘતી ઝડપાઈ છે. 3 દિવસમાં તપાસ કરી અહેવાલ આપવાની સુચના અપાઈ છે.
વડોદરા જિલ્લામાંથી સરકારી અનાજનું મસમોટું કૌભાંડ પકડાયું છે. જેના પગલે એએસઓએ પુરવઠા અધિકારીઓને તપાસ કરવા માટે લેખિતમાં આદેશ કર્યો છે. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ થતાં વડોદરાનું તંત્ર દોડતું થયું છે. દુકાનમાં સરનામું અલગ છે અને દુકાન અલગ જગ્યાએ છે. કાર્ડધારકોનું રૂબરું ઈન્સેપ્શન થઈ રહ્યું છે. રાજકારણીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે. આ પહેલાં પણ અનેકવાર આ પ્રકારના કૌભાંડો સામે આવી ચૂક્યા છે. વડોદરાના પુરવઠા અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.
ZEE24કલાક પૂછે છે આ સવાલો:
કોણ છીનવી રહ્યું છે ગરીબોનો કોળિયો?
ક્યારે થશે કૌભાંડીઓ સામે કાર્યવાહી?
કેવી રીતે એક જ કાર્ડ ધારકના નામે પુરવઠો થાય છે સગેવગે?
ડિજિટલ ડિવાઈસ કેમ બની ગયા શોભાના ગાંઠિયા?
શું જિલ્લા પુરવઠા અધિકારી પણ કૌભાંડમાં સામેલ છે?
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યુંકે, અમારા ધ્યાને આવશે તો કોઈપણ પ્રકારની ગેરરીતિ ચાલશે નહીં. મારા ધ્યાન પર હજુ કોઈ ફરિયાદ આવી નથી. સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. મારા ધ્યાને આવશે તો તપાસના આદેશ આપીશ.
પુરવઠા વિભાગના ઈન્ચાર્જ આર.બી.પરમારે જણાવ્યુંકે, ફરિયાદના આધારે તપાસ કરવામાં આવે છે. હજુ મારી પાસે પુરતી વિગતો આવેલી નથી. હજુ હું ચૂંટણીના કામમાં વ્યસ્ત છું. હજુ મને હમણાં જ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યુંકે, સરકારી દુકાનોમાં વર્ષોથી આ પ્રકારનું કૌભાંડ ચાલે છે. સરકાર ખાલી ગરીબોને અનાજ આપવાની વાતો કરે છે, પણ અંદરખાને બહુ હેરાફેરી ચાલે છે. ઝી24કલાકે જે પર્દાફાશ કર્યો છે તે બદલ અભિનંદન આપ્યાં. સરકારના કાને વિપક્ષનો અવાજ પહોંચતો નથી. મીડિયા વધારે અસરકારક છે. અધિકારીઓ સરકારી કાર્યક્રમોમાં અને વીડિયો કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાનું કહે છે.