વિદ્યાસહાયકો માટે સૌથી મહત્ત્વના સમાચાર! જાણો ક્યારે થશે આંતરિક, જિલ્લા ફેરબદલી અને સ્થળ ફાળવણી
ધોરણ 1થી 8માં નિમણૂક આપવા માટેની ટેટ વર્ષ 2017માં લીધી હતી. આ પછી મેરિટ યાદી જાહેર કરીને કુલ 5400 બેઠક માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ 5400 બેઠક પૈકી વર્ષ 2020- 21માં 2800 વિદ્યાસહાયકની ભરતી કરી દેવાઈ હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. ઘણાં શિક્ષકો પોતાના ઘરથી ઘણી દૂર જઈને નોકરી કરતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ જિલ્લા ફેરબદલી માટે અરજી કરીને રાખતા હોય છે. જોકે, જ્યારે જિલ્લા ફેરબદલીનો કેમ્પ થાય ત્યારે તેમાં સિનિયોરીટી મુજબ તક મળતી હોય છે. ત્યારે ફેરબદલીની રાહ જોઈને બેસેલાં શિક્ષકો માટે આ સમાચાર અગત્યના છે. હાલ 2600 બેઠકો માટે વિદ્યાસહાયક તરીકે નિમણૂક માટે મેરિટની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાસહાયક તરીકેની નિમણૂક માટે ટેટ ની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ લેવાયા બાદ મેરિટ જાહેર કરીને પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ પ્રક્રિયામાં પસંદ કરાયેલા 2600 વિદ્યાસહાયકોની હજુ સ્થળ પસંદગી થઈ નથી. અત્યારે પ્રાથમિક શિક્ષકોની બદલીની કાર્યવાહી ચાલતી હોવાથી વિદ્યાસહાયકોની પસંદગી પ્રક્રિયા ઓગસ્ટના અંત સુધીમાં થઈ જાય તેવી શક્યતા છે.
ધોરણ 1થી 8માં નિમણૂક આપવા માટેની ટેટ વર્ષ 2017માં લીધી હતી. આ પછી મેરિટ યાદી જાહેર કરીને કુલ 5400 બેઠક માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ 5400 બેઠક પૈકી વર્ષ 2020- 21માં 2800 વિદ્યાસહાયકની ભરતી કરી દેવાઈ હતી. હવે બાકી રહેતા 3300 બેઠક માટેની મેરિટ યાદી જાન્યુઆરી-2023માં હાઈ જાહેર કરાઈ હતી. આ રીતે 3300 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
જોકે હજુ આ આદેશ ઉમેદવારોને સ્થળ ફાળવણી કરાઈ નથી. આ સ્થળ ફાળવણી માટે સૌથી મોટી આડશ છે પ્રાથમિક શિક્ષકોની બદલીઓનો દોર. અત્યારે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં આંતરિક બદલી પછી જિલ્લા ફેરબદલીઓ કરાશે, જે જુલાઈના અંત સુધીમાં પૂરી થશે.