Gujarat Weather IMD Alert: ગુજરાતીઓ...રેકોર્ડતોડ ગરમી માટે તૈયાર રહો, આગામી બે દિવસ રહેશે ભારે! હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવનો અનુભવ થશે. આગામી બે દિવસ સુધીમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ખાસ કરીને આવતીકાલથી ગુજરાતમાં સુરજદાદા પોતાનો તાપ દેખાડવાનું શરૂ કરી દેશે. એટલે હવે સ્વેટર મુકીને સદરા કાઢો, ગરમી આવી ગઈ છે. સુરેન્દ્ર નગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 11 વર્ષમાં તાપમાનના આંકડા જોઈએ તો 2015માં ફેબ્રુઆરી મહિનામાં વધુમાં વધુ તાપમાન 37.8 ડિગ્રી જોવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની વકી છે જેના કારણે દિવસે તીવ્ર ગરમી અનુભવાય તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે ક્યારેક વાતાવરણમાં ઠંડી તો ક્યારેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ તો બપોર ચઢતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક જ દિવસમાં વાતાવરણમાં બે થી ત્રણ ડિગ્રીના ફરકના કારણે ઠંડી અને ગરમીનો  સાથે અનુભવ થઈ રહ્યો છે.  જોકે આજે


રેકોર્ડ તોડ ગરમીઃ
હાલમાં જ 16 ફેબ્રુઆરીએ ગુજરાતના ભૂજ અને કચ્છ જિલ્લામાં 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં 2015 બાદ ફેબ્રુઆરીમાં ગત શનિવારે ન્યૂનતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હવામાન ખાતાનું અનુમાન છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી કેટલાક દિવસોમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસ સુધી વધી શકે છે. હકીકતમાં આ સંકેત છે કે ગરમી રેકોર્ડ તોડવાની રાહ પર છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કાંઠા વિસ્તારોના રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં અસાધારણ ગરમી જોવા મળી રહી છે. 


આજે ગુજરાતના શહેરોનું તાપમાનઃ
આજે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગત રોજના તાપમાન કરતાં વધેલું રહેવાનું અનુમાન છે અંદાજિત વરતારામાં પણ જોવા મળી રહ્યું છે કે ગઈ કાલ કરતા ગુજરાતનો શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.


અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જેના કારણે બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે તો અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી પહોંચતા ગરમીનો અનુભવ થશે તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 18 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. દિવસનું તાપમાન ઉંચુ રહેતા અરવલ્લીમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.


સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. અહીં દિવસના તાપમાનમાં વધારો થતા અતિશય ગરમીનો અનુભવ થશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાનું અનુમાન છે. જ્યારે પોરબંદરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.


દાહોદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી થશે. તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 21 ડિગ્રી રહેશે.