Gujarat Weather Report: કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલાં ગુજરાતીઓને મળશે રાહત. હવે ગરમી ગુજરાતમાંથી લેશે વિદાય. થશે વરસાદની એન્ટ્રી. જાણો ક્યારે મેઘરાજા કરશે પધરામણી... ગુજરાતમાં ક્યાં અને ક્યારે થશે ગાજવીજ સાથે વરસાદ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી...અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે લેટેસ્ટ અપડેટ પર એક નજર કરી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.


આગામી સપ્તાહને લઈને હવામાનની આગાહીઃ
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.


કયા-કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.


અંબાલાલ પટેલની આગાહીઃ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છેકે, હવે દેશમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. વરસાદી માહોલ તૈયાર થઈ રહ્યો છે. જેટલી આકરી ગરમી પડશે એટલો વરસાદ વધુ સારો થશે. ગુજરાતમાં આ વખતે ગરમીના પ્રમાણમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.