Gujarat Weather Updates : ગુજરાતના લોકોએ હવે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ આવતો જ નથી. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પહેલી માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી, ગરમીની સાથે વરસાદનો પણ પડવાનો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જુઓ અન્નદાતા માટે આફત લઈને આવી રહેલા માવઠાનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે. હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે. જેના કારણે હળવો વરસાદ આવી શકે છે. આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યું છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.   


કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. ખાસ સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે. બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી-
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 


ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ?
ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ


અંબાલાલની ગરમીની આગાહી-
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


રાજ્યમાં કમોસમી વરસાદને કારણે સૌથી વધારે સંકટ કોઈ પર હોય તો તે અન્નદાતા છે. કારણ કે હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે. અને જો માવઠું આવે તો પાક બગડી જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી તેની સાથે જ ધરતીપુત્રો ચિંતામાં લિપ્ત થઈ ગયા છે. જો વરસાદમાં મોટા પાયે નુકસાન થાય તો સરકાર પાસે રાહતની પણ માંગ કરી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે કમોસમી વરસાદ ન વરશે અને અન્નદાતા પર આવી પડેલી આ આફતમાંથી તેઓ ઉગરી જાય.  


ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. 


26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે-
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.