Gujarat Next CM : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ, ZEE 24 કલાક પર Exclusive માહિતી
ગુજરાતની રાજનીતિમાં જે હલચલ મચી છે, તેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઝી 24 કલાકે મુખ્યમંત્રી પદ (Gujarat Next CM) માટે ફાઈનલ નામ આવી ગયું છે. સીઆર પાટીલ (CR patil) અથવા નીતિન પટેલ (Nitin Patel) બે માંથી કોઈ એક મુખ્યમંત્રી બનશે તે લગભગ ફાઈનલ થઈ ગયુ છે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા બની રહે છે. આ વચ્ચે સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યુ છે કે, નીતિન પટેલે પોતે પક્ષ સામે સીએમ પદ માટે માંગણી કરી છે. તેમણે પાર્ટીને કહ્યુ કે, તેમને એક વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે, અને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભલે પક્ષ ટિકિટ ન આપે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની રાજનીતિમાં જે હલચલ મચી છે, તેમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઝી 24 કલાકે મુખ્યમંત્રી પદ (Gujarat Next CM) માટે ફાઈનલ નામ આવી ગયું છે. સીઆર પાટીલ (CR patil) અથવા નીતિન પટેલ (Nitin Patel) બે માંથી કોઈ એક મુખ્યમંત્રી બનશે તે લગભગ ફાઈનલ થઈ ગયુ છે. આ ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા બની રહે છે. આ વચ્ચે સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યુ છે કે, નીતિન પટેલે પોતે પક્ષ સામે સીએમ પદ માટે માંગણી કરી છે. તેમણે પાર્ટીને કહ્યુ કે, તેમને એક વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે, અને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભલે પક્ષ ટિકિટ ન આપે.
આ પણ વાંચો : કમલમમાં કાઉન્ટડાઉન શરૂ : મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવા પહોંચી રહ્યા છે દિગ્ગજ નેતાઓ
હાલ મુખ્યમંત્રી (gujarat cm) ના નામની જાહેરાતની અંતિમ ઘડી ગણાઈ રહી છે. ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને નીતિન પટેલનું નામ સીએમ પદ માટે લગભગ નક્કી છે. સાથે જ ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવાનો તખતો પણ તૈયાર છે. ગુજરાતમાં બે ડેપ્યુટી સીએમ બનાવવાની થિયરી લગભગ નક્કી છે. જો સીઆર પાટીલ મુખ્યમંત્રી બને તો પાટીદાર અને આદિવાસી ચહેરાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ, જો પાટીદારોની પસંદગી મુજબ જો નીતિન પટેલ સીએમ બને તો ઓબીસી અને આદિવાસી ચહેરો ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પસંદ કરાશે.
નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતની ગણતરીની ઘડીઓ વચ્ચે નીતિન પટેલ હાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં ચાલી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર નીતિન પટેલ ટ્રેન્ડિંગમાં છે. તેઓ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર ગણાવાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સવારથી જ નીતિન પટેલની ઘરની બહાર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. જે અનેક બાબતોના સંકેત આપે છે.
સીઆર પાટીલ સફળ વહીવટકાર, અને મોવડી મંડળમાં હાલ સૌથી વિશ્વાસુ ગણવામા આવે છે. તો નીતિન પટેલ મુખ્યમંત્રીની રેસમાં પહેલેથી જ છે. જો નીતિન પટેલ સીએમ બને તો પાટીદારોની માંગણી સંતોષાશે. તેમને અગાઉ બે વાર સાઈડલાઈન કરાયા છે, ત્યારે પાટીદાર ફેક્ટર પ્રબળ હોવાને કારણે નીતિન પટેલના નામ પર પણ મહોર લાગી શકે છે. નીતિન પટેલ મજબૂત પાટીદાર ચહેરો છે, તો ઉત્તર ગુજરાતનું મોટું નામ છે. ગુજરાતની જનતા આ ચહેરાથી સારી રીતે વાકેફ છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા નીતિન પટેલના નામ પર પણ ફાઈનલ મહોર લાગી શકે છે. સાથે જ ગઈકાલે વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલના ચહેરા પર જે રીતે સ્માઈલ જોવા મળી રહી છે તે જોતા તેઓ પક્ષના નિર્ણયને પહેલેથી જ જાણે છે તેવુ લાગી રહ્યું છે.