GUJARAT: 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ત રહેશે, પણ વેપારી-નાગરિકો ખુશ થાય તેવો એક નિયમ ઉમેરાયો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આસમાની સુલ્તાની જોવા મળી રહી છે. ત્યારે રાજ્યની આઠ શહેરોમાં કર્ફ્યૂ યથાવત્ત લેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર વધારો કરી દીધી છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 30-50 ની વચ્ચે છે. પરંતુ કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ક્રોમિયમની દહેશત વચ્ચે સરકાર હજી પણ કોઇ છુટ આપવાનાં મુડમાં નથી લાગતી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આસમાની સુલ્તાની જોવા મળી રહી છે. ત્યારે રાજ્યની આઠ શહેરોમાં કર્ફ્યૂ યથાવત્ત લેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર વધારો કરી દીધી છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 30-50 ની વચ્ચે છે. પરંતુ કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ક્રોમિયમની દહેશત વચ્ચે સરકાર હજી પણ કોઇ છુટ આપવાનાં મુડમાં નથી લાગતી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.
યુવકે પત્ની સામે જ ભાભીને બાહોમાં જકડી લીધા, પછી પત્નીએ પોતાના બાળક સાથે...
રાત્રિ કર્ફ્યૂમાં સરકાર દ્વારા કોઇ જ છુટછાટ અપાઇ નથી. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ત રહેશે. એટલે કે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. દિવાળી સમયે રાત્રી કર્ફ્યુમાં આપેલી 1 કલાકની છુટ જો કે સરકારે યથાવત્ત રાખી છે. એટલે કે હવે રાત્રે 12 વાગ્યાના બદલે 1 વાગ્યે કર્ફ્યૂ અમલી થશે. જો કે લગ્ન માટે કોઇ જ રાહત આપી નથી. જુના નિયમ અનુસાર 400 લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે. આ લગ્નની સરકારનાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આવતી કાલે કોરોનાનાં 27 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા હતા. તો સરકાર રસીકરણ પણ ખુબ જ ઝડપથી કરી રહી છે. પરંતુ હાલ આફ્રિકન વેરિયન્ટની દહેશત વચ્ચે સરકારે હાલ કોરોના નિયંત્રણો પણ યથાવત્ત રાખ્યા છે. એટલે કે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પણ જરૂરી છે. એક સ્થળ પર લોકોને એકત્ર નહી થવા માટે પણ અપીલ કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube