ગાંધીનગર : સ્કૂલ ફી મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ, કચેરીએ કરાઇ તાળાબંધી
રાજ્યની સ્કૂલોમાં સંચાલકો દ્વારા ફી મામલે કરાતી મનમાની બાદ પણ સરકાર દ્વારા કોઇ યોગ્ય પગલાં ન લેવાતાં રોષે ભરાયેલા એનએસયૂઆઇના કાર્યકરો દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું હતુ અને કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતાં મામલો ગરમાયો હતો.
ગાંધીનગર : રાજ્યની સ્કૂલોમાં સંચાલકો દ્વારા ફી મામલે કરાતી મનમાની બાદ પણ સરકાર દ્વારા કોઇ યોગ્ય પગલાં ન લેવાતાં રોષે ભરાયેલા એનએસયૂઆઇના કાર્યકરો દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયું હતુ અને કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતાં મામલો ગરમાયો હતો.
ફી વધારા મામલે NSUI કાર્યકર્તાઓનો વિરોધ
સ્કૂલ ફી મામલે વિરોધ કરવા અહીં આવેલા એનએસયૂઆઇના નેતાઓ, કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો કે, સંચાલકો દ્વારા ફી મામલે મનમાની કરવામાં આવી રહી છે. જે મામલે સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી. જેને પગલે આજે આ નિર્ણય લેવાયો છે અને વિરોધ કરાઇ રહ્યો છે. હજુ પણ જો સરકારની આંખો નહીં ખૂલે તો સમગ્ર રાજ્યમાં આ મામલે ઉગ્ર વિરોધ આંદોલન કરાશે.