અમદાવાદ : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજીસ્ટ્રેશન વગર રસી: રાજકોટમાં રસી તો ન મળી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા


વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તરગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે 79 અને સાંજે 49 ટકા ઉંચુ રહે છે. 


સુરતમાં હરાજી વડે 5 કિંમતી પ્લોટ વેચવાને લઇને આમ આદમી પાર્ટીનો વિરોધ


હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. ત્યાર બાદ 2થી3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, ભેજયુક્ત વાતાવરણનાં કારણે લોકો પરસેવે રેબઝેબ થાય છે. ગરમી, બફારાનો અનુભવ થાય છે. જો કે હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ કમોસમી વરસાદના કારણે ઠંડક થઇ ગઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube