પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ શહેરનો આજે પોતાનો 1277 મો સ્થાપના દિન ઉજવશે. મહાવદ સાતમ ના દિવસે પાટણની સ્થાપના કરાઈ હતી. વીર રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી. પાટણ નગરપાલિકા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉજવામાં સ્થાપના દિન ઉજવવામા આવશે. પાટણ સ્થાપના દિન નિમિત્તે પાલિકા સહિત રાજપુત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સ્થાપના દિન નિમિત્તે રાજપૂત સમાજના 800 જેટલા યુવાનો દ્વારા તલવાર રાસ યોજાશે. પાટણ સ્થાપના દિનને લઈ અનેક સ્ટેટના રાજવીઓ પાટણમાં હાજરી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ નો ઇતિહાસ...
ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડા એ વિક્રમ સંવત ૮૦૨ ના મહાવદ સાતમ ના રોજ તેઓના મિત્ર અહિલ ભરવાડના નામ પરથી અનાહીલપુર પાટણ નામ આપી નગરની રચના કરી હતી અને ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા. જેમાં વિક્રમ સંવત ૮૦૨ થી વિક્રમ સંવત ૯૯૮ એમ ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશજોએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશે થઇ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ  સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમને તેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા. જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિસરાતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. જેમાં તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. જેમાં સાત માળની વાવ ૬૪ મીટર લંબાઈ, ૨૦ મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે વાવમાં રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી સજ્જ અકલ્પનીય વાવ બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. ત્યારે આવા પ્રાચીન ઇતિહાસ ધરાવતા પાટણનો આજે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે.


આ પણ વાંચો : 


અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ : આ 2 નામ છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ અનલકી નીકળ્યા


ભૂલથી પણ એમ ના કહેતા ગુજરાતી છોકરીઓ ફોન પર ચિપકી રહે છે, સરકારનો આ છે રિપોર્ટ


પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે. 


આ પણ વાંચો : 


અંઘશ્રદ્ધાનો ખેલ! પોરબંદરમાં બાળકીને ડામ મુદ્દે મોટું અપડેટ, જાણો કેમ આપ્યા હતા ડામ