• મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાશે

  • આ માટે બે દિવસ પૂર્વે લોકોને સમય અપાયો છે, જેથી તેઓ જરૂરી કામ પતાવી લે

  • પાટણ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 1118 જેટલા કેસ નોંધાયા છે


પ્રેમલ ત્રિવેદી/પાટણ :કોરોનાની ત્રીજી લહેરમા લોકોને હવે લોકડાઉનનું મહત્વ સમજાઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોઈ લોકડાઉન લગાવ્યું નથી, પણ સલામતીના  ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારો, ગામડા, વેપારી સંગઠનો, સમાજ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ લોકો હવે તેની ગંભીરતા પણ પારખી ચૂકયા છે. જેથી તેના નિયમોને પણ અનુસરે છે. આવામાં ગુજરાતમાં કોઈ જિલ્લાએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યુ હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. પાટણ (patan) જિલ્લામાં મંગળવાથી 7 દિવસનું લોકડાઉન લાગુ થવાનું છે.  


આ પણ વાંચો : હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, જલ્દી જ ગુજરાતમાં આવશે નવા નિયમો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 એપ્રિલથી 7 દિવસનું લોકડાઉન 
પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન જોહાર કરાયું છે. મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન (gujarat lockdown) લાગુ કરાશે. જિલ્લા કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ આ મહત્વનો નિર્ણય ગઈકાલે લેવાયો છે. જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવાયો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકો માત્ર જીવન જરૂરિયાતી વસ્તુ લેવા માટે જ બહાર નીકળી શકશે. આ લોકડાઉન મંગળવાર 20 એપ્રિલથી લાગુ કરાશે. કોરોના વકરતા સ્થાનિક લોકોએ બંધ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, આ માટે બે દિવસ પૂર્વે લોકોને સમય અપાયો છે, જેથી તેઓ જરૂરી કામ પતાવી લે. 


આ પણ વાંચો : રાજકોટમાં કોઈ વેપારી માસ્ક વગર જોવા મળશે તો દુકાન 7 દિવસ માટે સીલ કરાશે


લોકડાઉનમાં જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહેશે 
ઉલ્લેખનીય છે કે, સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 1118 જેટલા કેસ નોંધાયા છે. પાટણની સ્થિતિ દિવસને દિવસે બગડતી જઈ રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પાટણ જિલ્લાની મુલાકાત કરીને પરિસ્થિતિ નિહાળી હતી. તેથી હવે પરિસ્થિતિ કાબુ બહાર ન થાય તે માટે લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન (lockdown 2021) નો રસ્તો અપનાવ્યો છે. આ માટે લોકોને બે દિવસમાં ખરીદી કરવાનો સમય અપાયો છે. સાથે જ જિલ્લા કલેક્ટરે સોમવારે બજારોમાં ભીડ ન કરવા પણ અપીલ કરી છે. લોકડાઉન દરમિયાન લોકોને તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહેશે તેવી ખાતરી અપાઈ છે.  


આ પણ વાંચો : ઊંધા સૂઈ જવાનો આ નુસ્ખો કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે


પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોના બેડ (gujarat corona update) સતત ભરાઈ રહ્યાં છે. તાજેતરમાં કોરોનાનાં દર્દીઓ વધતા ધારપુર હોસ્પિટલનાં તમામ 220 બેડ ભરાઈ જતા મુસીબત સર્જાઈ હતી. જેથી ધારપુર હોસ્પિટલમાં વધુ 125 બેડ વધારવાની શરૂઆત કરાઈ હતી. યુધ્ધના ધોરણે તૈયારી કરાઈ હતી. પાટણ જિલ્લામાં દર 24 કલાકમાં 100 થી વધુ કોરોનાનાં કેસ આવી રહ્યાં છે. ધારપુરમાં સર્જાયેલ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા પાટણ જિલ્લા કલેકટરનાં આદેશ બાદ બેડ વધારવાની કામગીરી અંતિમ તબક્કામાં કરાઈ હતી.


આ પણ વાંચો : લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા