Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જેથી પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીમાં વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદો લેવામાં આવે, ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને ઓનલાઇન સટ્ટો સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ રોમિયોગીરી તથા લુખ્ખાગીરી ડામવામાં આવે તેવી માંગ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા કરવામાં આવેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન માત્ર મોરબી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હનીટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા ખુલ્લા અને ગુંડાતત્વો દ્વારા પડાવી લેવામાં આવે છે. જેથી કરીને આજે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં મોરબીના સનાળા ગામે આવેલ પાટીદાર સમાજ વાડી ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો આવ્યા હતા અને ખાસ કરીને વ્યાજખોરોનું દૂષણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને છેલ્લા મહિનાઓમાં ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યેનકેન પ્રકારે પાટીદાર સમાજના યુવાનોને ડરાવવામાં ધમકાવવામાં આવતા હોય છે અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે.


એક સંકટમાંથી નીકળ્યુ તો ગુજરાત પર મોટી મુસીબત આવી, આજથી હાડ થીજવતી ઠંડીનો દૌર શરૂ


વ્યાજખોર સામે આકરા પગલાં લેવાય તે માટે એકને એક વ્યાજખોરની સામે ત્રણથી ચાર ફરિયાદ નોંધાય તો તેની સામે પાસા સહિતના પગલાં લેવાય તેવી માંગ આ સંમેલનમાં ઉઠી હતી. તેમજ ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને ઓનલાઇન સટ્ટો સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને પાટીદાર કન્યા છાત્રાલય અને શાળા કોલેજે આવવાના અને છૂટવાના સમયે રોમિયોગીરી અને લુખ્ખાગીરી કરનારા શખ્સોને ડામવામાં આવે વ્યાજખોરોને ડામવામાં આવે તે સહિતની માંગ આજના સંમેલનમાં આગેવાનો અને યુવાનો દ્વારા કરવામાં આવી છે.


હજી થોડા સમય પહેલા પણ જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાનો લોકો વ્યાજખોર, ગુંડાગીરી,મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પાટીદાર સમાજ પર આવેલા બદલાવ અને તેના સોલ્યુશન વિશે ચર્ચા કરાઈ હતી. જસદણ તાલુકાના પાટીદાર પરિવારોને પડતી મુશ્કેલી બાબતે મીટીંગ યોજાઈ હતી. જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે મીટીંગ યોજાઈ હતી. વ્યાજખોર, ગુંડાગીરી, રોમિયોગિરી, ઓન લાઇન ગેમીંગને લઈને મીટીંગમાં અનેક પ્રકારની ચર્ચા થઈ હતી.


70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું