અમદાવાદ : પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો ઝીંકાયો છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકી રખાયેલો ભાવ વધારો આખરે જનતા પર ઝીંકી દેવાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં 0.79 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 0.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જેના પગલે હાલમાં ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડે છે. જ્યારે પેટ્રોલ પણ ખુબ જ મોંઘુ પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, વિધાનસભા ચૂંટણી પુરી થતા જ કોરડો વિંઝાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ આ સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત આ મહિને પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડિઝલની કિંમતમાં પણ 20 ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ હાલમાં જથ્થાબંધ રીતે ખરીદતા વેપારીઓને તો ઉંચી કિંમતે જ વેચવામાં આવી રહ્યું છે. પરંતુ ચૂંટણીની સ્થિતિને જોતા હાલમાં પેટ્રોલ પંપ પરથી વેચાતા પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો. 


આદિવાસીઓના મેળામાં નક્કી થાય છે ભગવાન! જો કે તે પહેલા એમની એવી પરીક્ષા થાય છે કે જેવા તેવા તો જોઇ પણ ન શકે


આ સ્થિતિ રેકોર્ડ 136 દિવસથી છે. જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જો કે હવે પેટ્રોલ કંપનીઓ દ્વારા આ વધારો વધારે સહ્ય નહી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. શેલ અને રિલાયન્સ જેવી અનેક કંપનીઓ તો પોતાના પંપ પણ ધીરે ધીરે બંધ કરી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ પેટ્રોલ ડીઝલની શોર્ટેજ હોવાના અહેવાલો હાલમાં જ પ્રકાશિત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube