ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસની બીમારીમાં કારગત નિવડેલ રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) ની એક તરફ કાળાબજારી, અને બીજી તરફ નકલી ઈન્જેક્શનના ખબર સતત આવી રહ્યાં છે. આવામાં ઈન્જેક્શનને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત ફાર્મસી એસોસિયેશનના પ્રમુખે આરોપ મૂક્યો છે કે, રાજ્યમાં 3 થી 4 લાખ રેમડેસિવિરની કાળાબજારી થઈ છે. ગુજરાતાં ઈન્જેક્શનની કૃત્રિમ અછત સર્જાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ફાર્મસી એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે સરકારી અધિકારીઓ પર આક્ષેપ મૂકતા કહ્યું કે, કેટલાક અધિકારીઓ કાળાબજારીમાં સંડોવાયેલા છે. સરકાર આ મામલે પોલીસને જાણ કરે. ગુજરાતમાં ઈન્જેક્શનની કૃત્રિમ અછત ઉભી થઈ છે. ગુજરાતમાં 3 થી 4 લાખ ઈન્જેક્શન (remdesivir injection) ની કાળાબજારી થઈ છે. અધિકારીઓ આ મામલે મંત્રીઓને ગેરમાર્ગે દોરે છે. 


તેમણે આક્ષેપો કર્યા કે, કેટલાક અધિકારીઓ કાળાબજારીમાં સંડોવાયેલા છે. ડિસ્ટ્રીબ્યુશનનો અભાવ, તેમાં લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે. આજે હોમ ક્વોરન્ટાઈન ટ્રીટમેન્ટ માટે રેમડેસિવિર નથી. કેટલીક હોસ્પિટલાં પહેલેથી જ દર્દીના સ્વજનને કહી છે કે, રેમડેસિવિર ઈન્જેક્શન લઈ આવો. ડિસ્ટ્રીબ્યુટર પાસે ઈન્જેક્શન આવતુ નથી. તેથી લોકોને જીવ બચાવવા  કાળાબજારીનો ભોગ બનવુ પડે છે. ભૂતકાળમાં જે સ્ટોક આવતો હતો, તેનો અડધો સ્ટોક ડ્રગ ડિપાર્ટમેન્ટ અને કંપનીના કહેવા મજુબ આપવો પડતો હતો. અધિકારીઓ દ્વારા સગાવ્હાલાને બોલાવી મોટી રકમ વસૂલાય છે. તેથી ઈન્જેક્શનની અછત ઉભી થઈ.



તેમણે આરોપ મૂક્યો કે, જ્યારે પહેલો વેવ આવ્યો હતો, ત્યારે ઘણી કંપનીઓ પાસે ઈન્જેક્શનનો જત્થો હતો, તેમણે સસ્તા ભાવે સરકારને આપવાની ઓફર કરી હતી. સરકારી ખરીદ્યા હતા. બીજી લહેર ખતરનાર છે. બધાને એમ છે કે આ રામબાણ દવા છે. પણ કોરોનાની કોઈ દવા નથી. પણ સાઈકોલોજિકલ ઈફેક્ટ થતી હોય છે. આવી મહામારીમાં અમે મદદ કરવા તૈયાર છીએ. અમારો ઉપયોગ કરવાને બદલે કેટલાક અધિકારીઓ પોતાનો પોર્ટફોલિયો મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. મંત્રીઓ સરકાર સામે અમારી ઈમ્પ્રેશન ખરાબ કરવાનો પ્રયાસ કરે છે.