PM Gujarat Visit: પ્રધાનમંત્રી આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા. સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહિવટનો અનુભવ ન હતો. આપણા સદભાગ્ય છે કે આપણને એવા મુખ્યમંત્રી મળ્યા છે જેમને પંચાયતથી સચિવાલય સુધી વહિવટનો 25 વર્ષ સુધીનો અનુભવ છે. અને 25 વર્ષના જાહેર જીવનમાં એમના મોંઢેથી ક્યારેય કટુવાણી નિકળી નથી. એમના વ્યવહાર પર કોઇએ ક્યારેય આંગળી ચિંધી નથી. આનાથી વધારે ગુજરાત માટે રૂડું શું હોઇ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે સંબોધનમાં દેશી લહેંક્યા સાથે કહ્યું કે ઓ..હોં...હોં..હોં... કેસરિયો સાગર હિલ્લોળા લઇ રહ્યો છે, જ્યાં જ્યાં નજર પહોંચે કેસરિયો સાગર દેખાઇ રહ્યો છે. વટ પાડી દીધો. સરદાર સાહેબની ભૂમિ કાયમ વટ પાડી દે. આણંદ હોય અને આનંદ ન હોય તો કેવું બને. સરદાર સાહેબની ભૂમિ પર આવ્યો છું ત્યારે સરદાર સાહેબ, ભાઇકાકા જેવા દિર્ઘદ્રષ્ટાઓને વંદન કરીને હું અત્યંત ગૌરવ અનુભવું છું.  


PM Modi એ ભરૂચને આપી ભેટ, ભાષણની શરૂઆતમાં મુલાયમ સિંહને કર્યા યાદ, જાણો શું કહ્યું


પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત અને ભાજપનો અતૂટ નાતો છે. આજે કોઇપણ ક્યાંય ગુજરાતની વાત કરે તો ભાજપ દેખાય અને ભાજપની વાત કરે તો ગુજરાત દેખાય. આ નાતો માત્ર રાજકારણનો નથી પરંતુ દિલનો પ્રેમ છે. આ તો પોતિકાપણું છે. અપનત્વની ભાવના છે. તમે જ હંમેશા કમળને ખિલતું રાખ્યું છે. આજે ગુજરાતનો એક-એક બાળક જાણે છે પ્રત્યેક વ્યક્તિ જાણે છે, ગુજરાત ભાજપ એટલે સેવા. ગુજરાત ભાજપ એટલે માતાઓ, બહેનો, મહિલાની સુરક્ષા. ગુજરાત ભાજપ એટલે શાંતિ. ક્યાંય કોઇ માથું ઉચું ન કરી શકે. 


અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જામનગરમાં રૂ. 1450 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.


પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંક 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) નું પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે.


પ્રધાનમંત્રી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.