Gujarat Politics: કોણ છે રાધિકા રાઠવા, જેને આમ આદમી પાર્ટીએ આપી છે મોટી જવાબદારી
બે મહિના પહેલાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા હતા. આ બેઠક પરથી ભાજપ ઉમેદવાર જીત્યો પરંતુ રાધિકા બીજા નંબર પર રહ્યા હતા. નાની ઉંમરમાં પિતાને ગુમાવનાર રાધિકા રાઠવાને રાજનીતિમાં ખુબ જ રસ છે.
નવી દિલ્હીઃ 2013 સુધી વડોદરામાં રહેલા છોટાઉદેપુરની રાજનીતિ 1977થી રાઠવાની આગળ પાછળ ફરે છે. 2022ની ચૂંટણીમાં ભાજપનો નવો ગઢ બનેલા છોટાઉદેપુરમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ મહિલા કાર્ડ ખેલ્યું છે અને એજ્યુકેટેડ રાધિકા રાઠવાને કમાન સોંપી છે.
આદિવાસી વિસ્તારની રાધિકા રાઠવાને કમાન-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીની નજર 2024માં થનારી લોકસભાની ચૂંટણી પર છે. એટલા માટે જ પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ રણનીતિના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લામાં મહિલા કાર્ડ ખેલ્યું છે. પાર્ટીએ છોટાઉદેપુરના પહેલાં આદિવાસી સાંસદ રહેલા દિવંગત અમરસિંહ રાઠવાના પુત્રી રાધિકા રાછવાને જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ 31 જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત કરી છે જેમાં એકમાત્ર મહિલા રાધિકા રાઠવા છે.
કોણ છે રાધિકા રાઠવા?
બે મહિના પહેલાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા હતા. આ બેઠક પરથી ભાજપ ઉમેદવાર જીત્યો પરંતુ રાધિકા બીજા નંબર પર રહ્યા હતા. નાની ઉંમરમાં પિતાને ગુમાવનાર રાધિકા રાઠવાને રાજનીતિમાં ખુબ જ રસ છે.
સિડનીમાં કરી નોકરી-
રાધિકાર રાઠવાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટની બેચલરની ડિગ્રી મેળવી છે. રાધિકા વડોદરા, અમદાવાદ અને થોડા સમય માટે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નોકરી કરી ચૂક્યા છે. પરંતુ, 2014માં રાધિકાએ નોકરી છોડીને સમાજ સેવા કરવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસમાં સામેલ થયા હતા. 2014થી 2022 સુધી કોંગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સ્વીકારીને કામ કર્યું હતું. પરિવારમાં સૌથી મોટા રાધિકાને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ અભય રાઠવા અમેરિકામાં નોકરી કરે છે અને બહેનનું નામ તરાના છે.
પાવી જેતપુરથી લડ્યા પહેલી ચૂંટણી-
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોઈન કરી અને છોટાઉદેપુરના પાવી જેતપુરથી ચૂંટણી લડ્યા. રાધિકાને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે તેની સક્રિયતા અને યુવાઓમાં લોકપ્રિયતાને જોતા આ જવાબદારી સોંપવામાં આવી છે.