થર્ટી ફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન, પાર્ટી પર પહેરો, સરહદે સઘન તપાસ, દારૂ પર ખાસ ડ્રાઈવ
હવે થર્ટી ફર્સ્ટની ઉજવણી નજીક છે. આ દરમિયાન પાર્ટી કરવા માટે દારૂની હેરફેર પણ વધી જતી હોય છે. થર્ટી ફર્સ્ટમાં દારૂ-ડ્રગ્સ રોકવા માટે ગુજરાત પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસે આ માટે સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
અમદાવાદઃ થર્ટી ફસ્ટ એટલે પાર્ટી, ડાન્સ, મસ્તી અને ધમાલ કરવાનો અવસર...પરંતુ આ વખતે થર્ટી ફસ્ટની પાર્ટી કરતા પહેલાં ચેતી જજો...કેમ આ પાર્ટી પર પોલીસનો છે સઘન પહેરો...જો નિયમોને તોડ્યા તો કદાચ તમારા નવા વર્ષની ઉજવણી જેલમાં થઈ શકે છે...તો આવો જોઈએ થર્ટી ફસ્ટ પર દારૂપાર્ટીને રોકવા માટે કેવો છે પોલીસનો એક્શન પ્લાન....
થર્ટી ફસ્ટની ઉજવણી એટલે ડાન્સ, મસ્તી અને પાર્ટીના દ્રશ્યો આપણી નજર સામે આવી જાય...ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં ભલે દારૂની છૂટ હોય..પરંતુ હજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે..એટલા માટે જ થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂપાર્ટીને રોકવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે....જો તમારે પણ દારૂપાર્ટી કરવી હોય તો પછી નવા વર્ષની ઉજવણી જેલમાં કરવાની તૈયારી રાખવી પડશે.
થર્ટી ફસ્ટ પર ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે સરહદોનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે..જેથી અત્યારથી જ રાજસ્થાન સહિતના રાજ્યોને જોડતી ગુજરાતની સરહદો પર સઘન તપાસ કરવામાં આવી રહી છે...અને કોઈ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે તો તેને સરહદ પર જ રોકી દેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે હવે નવું આકર્ષણ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ
પોલીસની સઘન તપાસ અને દારૂબંધી વચ્ચે પણ થર્ટી ફસ્ટ પહેલાં ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અમદાવાદમાં એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની 39 ફરિયાદ નોંધી 20 આરોપી પકડવામાં આવ્યા..તો દેશી દારૂના પણ અમદાવાદમાં 114થી વધુ કેસ નોંધાયા...તો આ તરફ ખેડામાં તો થર્ટી ફસ્ટ પહેલાં જ વિદેશી દારૂનું આખું કન્ટેનર ઝડપાયું....તો વડોદરાના તાંદલજામાં પ્લાસ્ટિકની ડોલની આડમાં થતા વિદેશી દારૂના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો. તો થર્ટી ફસ્ટ પહેલાં રાજકોટમાં વિદેશી તો નહીં પણ દેશી દારૂનું જાહેરમાં જ વેચાણ થઈ રહ્યું છે....
નવા વર્ષે પાર્ટી કરી ઉજવણીની પરંપરા છે...પરંતુ આ પાર્ટીઓ કાયદાના દાયરામાં રહીને કરવી હિતાવહ છે...એટલા માટે લોકો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી શકે તેના માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે...અને ખાસ ડ્રાઈવ યોજી નશો કરી બહાર નીકળનારાઓ પર સઘન પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube