Vadodara News વડોદરા : ગણપતિ બાપ્પાના વિસર્જનની ઘડીઓ હવે ગણાઈ રહી છે. ગુરુવારે ગણેશ વિસર્જન છે. ત્યારે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને વડોદરા પોલીસ એલર્ટ થઈ છે. તેમજ ગણેશ વિસર્જનના આગામી દિવસે વડોદરામાં પીએમ મોદી હાજરી આપશે. ત્યારે પીએમ મોદીના કાર્યક્રમને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના કાર્યક્રમ અને ગણેશ વિસર્જનને લઈ આજે વડોદરા પોલીસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સયાજીરાવ નગર ગૃહમાં પોલીસના તમામ અધિકારીઓની પોલીસ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. વડોદરામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને પણ બંદોબસ્ત માટે વડોદરા બોલાવાયા હતા. 


ગુટખા-પાન મસાલા ખાનારા ચેતી જજો, ગુજરાતમાં વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવાયો


આ બેઠકમાં ગણેશ બંદોબસ્તને લઈ પોલીસે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. કુલ 6200 પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે. આ બંદોબસ્તમાં 10 ડીસીપી,  25 એસીપી, 85 પીઆઈ , 168 psi મળી 2900 પોલીસ જવાન, 2700 હોમગાર્ડ, 600 TRB જવાન મળીને 6200 જવાનો ફરજ બજાવશે. સાથે રેપિડ એક્શનની એક ટીમ, crpf ની એક ટીમ અને srp ની 6 ટીમો બંદોબસ્તમાં તૈનાત રહેશે. બોડી વોર્ન કેમેરા સાથે 600 જવાનો ફરજ પર રહેશે. કોઈ પણ પ્રકારના ભડકાઉ મેસેજ સોશીયલ મીડિયામાં નહિ મૂકવા પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. તેમજ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવશે. વિવિધ વિસ્તારોમાં 50 વિડિયોગ્રાફી રહેશે, સાથે દરેક ડીજે સાથે પોલીસ રહેશે, લાઈવ રેકોર્ડિંગ થશે. 10,000 કરતા વધુ મૂર્તિઓનું વિવિઘ કૃત્રિમ તળાવોમાં શ્રીજીનુ વિસર્જન થશે. 


રાજકોટ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ખેડૂતોને લોન માટે મોટી જાહેરાત


વિસર્જન માટે વડોદરામાં 1800 જેટલાં મંડળો રજિસ્ટર થયા છે. વિસર્જન સમયે 3 ક્વિક રિસ્પોન્સ ટીમ રહેશે. તેમજ 44 શી ટીમો કાર્યરત રહેશે તેવું વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જણાવ્યું. 


શહેરના સંવેદનશીલ જૂનીગઢીના શ્રીજીની આજે વિસર્જન યાત્રા છે. વિસર્જન યાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આજે વિસર્જન પહેલા ડોગ સ્કવોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં બંદોબસ્તમાં હાજર રહેશે. શોભાયાત્રાના રૂટથી 100 મીટર અંદર સુધી ધાબા પોઇન્ટ ગોઠવાયા છે. 62 પોલીસ બોડી વોર્ન કેમેરા, 57 વીડિયોગ્રાફર દ્વારા સતત નજર રખાશે. ક્રાઇમ બ્રાંચની 4,SOG તથા PCB ની બે ટીમ,માઉન્ટેડ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું છે. ટ્રાફિકના 150 ઉપરાંત TRB ના 200 સભ્યો 100 અધિકારીઓ અને કર્મચારીઓ સાદા ડ્રેસમાં બંદોબસ્તમાં હાજર રહેશે. અસામાજિક તત્વો અંધારાનો લાભ ન ઉઠાવે તે માટે 24 આસ્કા લાઇટ તથા 24 બ્લીંક લાઇટની વ્યવસ્થા કરાઈ છે. 


ચોમાસાના વિદાયની ઘડી આવી, ગુજરાતમાં આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી