ગાંધીનગર : રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. આજે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય

પોલીસ દ્વારા આ સમયગાળામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જે લોકો એકત્ર થશે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને આદેશ આપી દેવાયા છે. ઉશ્કેરણીજનક વાતો કે વીડિયો ફેલાવવા નહી. આવા તત્વોની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામમાં આવશે. 139 ડ્રોનની મદદથી પોલીસ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યું છે. તેથી ધાબે પણ કોઇ પ્રકારની પ્રવૃતી ટાળવી. 533 નિવૃત પોલીસ કર્મચારીઓને ફરીથી એકવાર ફરજ પર હાજર કરવામાં આવ્યા છે. જે પૈકી 400થી વધુ કર્મચારીઓ એક વર્ષ પહેલા નિવૃત થયા હતા. ગુજરાતમાંથી મર્કઝમાં ગયેલા 126 લોકોની ઓળખ થઇ ચુકી છે. 
લોકડાઉનને કારણે કચ્છના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો
ગુજરાત પોલીસ દ્વારા નોંદાયેલા ગુનાની વિગત આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, જાહેરનામાના ભંગ બદલ કુલ 1398 ગુના નોંધવામાં આવ્યા છે. ક્વોરોન્ટિન કરાયેલા વ્યક્તિઓ દ્વારા કરાયેલા કાયદાના ભંગ બદલ 577 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જ્યારે રાયોટિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 81થી પણ વધારે ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 3420 આરોપીઓની અટક કરવામાં આવી છે. જ્યારે 8718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.


લોકડાઉનમાં ત્રીજી આંખથી દેખાયું કે ચાર જણા કેરમ રમે છે, ને પછી તો...


વાહનોની નંબર પ્લેટનાં આધારે રસ્તા પર વારંવાર ફરતા દેખાતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube