• આઇડી ક્રાઇમ અને રેલ્વેઝની કચેરીનો નંબર 079 232 54380 નો નંબર જાહેર કરવામાં આવ્યો

  • સીઆઇડી ક્રાઇમ અંતર્ગત બનાવાયેલી ટીમોને પણ નશીલા પદાર્થોની હેરફેર ઉપર ખાસ નજર રાખવાના આદેશ અપાયા


હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી પકડાઈ રહી છે. નવી પેઢી આ માદક દ્રવ્યોના રવાડે ન ચઢે તે પહેલા જ ગુજરાત પોલીસે પાણી પહેલા પાળ બાંધી છે અને એક આવકારદાયક પગલુ લીધું છે. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરફેર કે વેચાણની માહિતી આપનાર લોકોને ગુજરાત પોલીસ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે તેવી જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રેસિંગ જીપના તોતિંગ પૈડાએ 7 વર્ષના કવિશને કચડ્યો, વડોદરામાં હિટ એન્ડ રન


માહિતી આપવા નંબર જાહેર કરાયો 
સીઆઇડી ક્રાઇમ અંતર્ગત બનાવવામાં આવેલી ટીમોને પણ નશીલા પદાર્થોની હેરફેર ઉપર ખાસ નજર રાખીને નાબુદ કરવાના આદેશ અપાયા છે. સાથે જ જેલમાંથી છૂટેલા ગુનેગારોની પ્રવૃત્તિઓ ઉપર પણ ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. બંધ ફેક્ટરીઓમાં પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન રાખવા પોલીસને સૂચના અપાઇ છે. રાજ્યમાં આ પ્રકારની નશીલા પદાર્થોની માહિતી આપવા માટે સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝની કચેરીનો નંબર 079 232 54380 નો નંબર જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં સંપર્ક કરીને લોકો નશીલા પદાર્થના હેરાફેરીની માહિતી આપી શકશે. માહિતી આપનાર લોકોને યોગ્ય ઈનામ આપવામાં આવશે અને સપ્લાયર્સ સુધી પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. 



રાજ્યમાં માદક પદાર્થો, કેફી ઔષધો, પ્રભાવી દ્રશ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સીઆઈડી ક્રાઈમ ખાતેના તમામ સેલના તથા યુનિટના  ડીવાયએસપી/પીઆઈ/પીએસઆઈ કક્ષાના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ મામલે કડક કાર્યવાહી કરવા તથા દરેક ઝોનવાઈઝ ચેકિંગ કરવા સૂચના અપાઈ છે.