હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત પોલીસને ગ્રેડ પે વધારવા માટે સરકાર સામે બાંયો ચઢાવી છે, તેઓ છેલ્લા કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં એક આંદોલન કરી રહ્યા છે. પરંતુ હવે પોલીસના ગ્રેડ પે ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે. આજે ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેઓ પોતાના પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યો છે. પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર તેમના રક્ષણ માટે આવ્યા હોવાની વાત કરી રહ્યો છે. ધીમેધીમે પોલીસ ગ્રેડ પે આંદોલન ગાંધીનગરમાં વેગ પકડી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ આંદોલનને રાજકીય સપોર્ટ પણ મળ્યો છે, જેના કારણે ઉપવાસ છાવણી પર અનેક રાજકીય કાર્યકરો હાજર રહીને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ વધારી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ વિશે મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. જેમાં કેટલાક રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ કાર્યકરો પણ પોલીસને સમર્થન આપી રહ્યા હતા. પરંતુ આજે આ આંદોલન ખુલ્લા મેદાનમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસના રજા પગાર, ગ્રેડ પે અને કામના ચોક્કસ કલાકો વગેરે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગ્રેડ પેને અંગે પોલીસ વિભાગમાં શરૂ થયેલો સળવળાટ હવે મોટું સ્વરૂપ લેશે કે કેમ તે આગામી સમય દર્શાવી શકે છે. આજે પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેમના પરિવારજનો પણ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે.


'પાટીલ સાહેબ પાસે પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય, વડોદરાએ સૌથી વધુ ઢોર પકડ્યા'


અત્રે નોંધનીય છે કે, સોશિયલ મીડિયા ઉપર પણ એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે, પોલીસ કર્મચારી એક પણ રજા વિના ફરજ બજાવે છે. તેમ છતા પોલીસ વિભાગ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવી પોસ્ટ વાયરલ થતાં તેને કાબૂમાં કરવા માટે તેમજ પોલીસને સોશિયલ મીડિયાની આચારસંહિતાનો અમલ કરાવવા માટે પરિપત્રનું શસ્ત્ર ઉગામાયું હતું.



તમને જણાવી દઈએ કે, પોલીસમાં કોન્સ્ટેબલ માટે 2800, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને એએસઆઈ માટે 4400 પે ગ્રેડની માંગણી કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube