ગુજરાત પોલીસનું વધુ એક કારસ્તાન! `PSIએ મારી પત્નીને પિસ્તોલ દેખાડી સહી કરાવી લીધી`
`મેં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પણ મારી ફરિયાદ ન લેવાતાં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી પચૂરણ અરજી નંબર 1373/ 2016 વાળી દાખલ કરાવેલ અને જેમાં ગુન્હો બનતો હોઈ મેં નામદાર હાઈકોર્ટે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ પોલીસે મારી ફરિયાદ દાખલ ન કરી...` પછી આગળ શું થયું વાંચો...
ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી એક ફરિયાદ થઈ છે. જેમાં પોલીસ સામે જે આક્ષેપો થયા છે એ જોતાં હવે ન્યાય મેળવવા પોલીસ પાસે કેવી રીતે અપેક્ષા રાખવી એ સૌથી મોટો સવાલ છે. અન્યાય થાય ત્યારે વ્યક્તિ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડે છે અહીં તો પોલીસ ખુદ આરોપીને બચાવવા મેદાનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોંધાયેલી આ ફરિયાદમાં પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. દીકરાને ઈલેક્ટ્રોથર્મમાં નોકરી માટે એક પીએસઆઈએ કરેલાં કાંડ એ પોલીસ તંત્રની આબરૂ ખરડી છે. આ મામલે નોંધાયેલી એક ફરિયાદની વિગતોએ પોલીસની પોલ ખોલી દીધી છે.
આ કેસની વિગતો આવી છે કે, પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણીએ નોંધાવેલી એક ફરિયાદ મામલે પોલીસની કાર્યવાહીના વટાણા વેરી દીધા છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખાયેલી વિગતો મુજબ આ મામલે ફરિયાદ કરવા માટે હું આદીપુર પોલીસ સ્ટેશને ગયો હતો. જેઓ મારી ફરિયાદ ન લેતાં પીએસઆઈ એન કે ચૌહાણને મેં ફોન કર્યો હતો. જેઓએ મને 3 દિવસ બાદ આવવા માટે જણાવ્યું હતું. એ સમયે મને જાણવા મળેલ કે મને અને મારી પત્નીને હેરાન કરવા માટે ઈલેક્ટ્રોથર્મ કંપનીના માણસ હિતેન્દ્ર બિટ્સને ઉભો કરી મેં કંપનીના હિસાબમાં કોઈ ગોટાળો કર્યો છે તેવી મારી પર ખોટી ફરિયાદ કરી હતી.
મારી પત્નીના લમણે પોલીસ બંદૂક મૂકીને સહી કરાવી...
મેં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પણ મારી ફરિયાદ ન લેવાતાં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી પચૂરણ અરજી નંબર 1373/ 2016 વાળી દાખલ કરાવેલ અને જેમાં ગુન્હો બનતો હોઈ મેં નામદાર હાઈકોર્ટે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ પોલીસે મારી ફરિયાદ દાખલ ન કરતાં અને આદીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન કે ચૌહાણે 18 માર્ચ 2016ના રોજ મારા ઘરે આવી મારી પત્નીના લમણે પિસ્તોલ મુકીને આ ક્લોઝર રિપોર્ટમાં સહી કરવા ધમકી આપી હતી. જે બાદ ક્લોઝર રિપોર્ટમાં મારી પત્નીએ સહી કરી આપી હતી. જે રિપોર્ટ તેઓએ 5 દિવસમાં તૈયાર કરી આપી દીધેલો. તે પછી પણ ખુશીબેનના એમ કેસ નંબર 571/ 2015નો પણ પીએસઆઈ એને ચૌહાણે ક્લોઝર રિપોર્ટ બનાવી દીધો હતો. તેમજ મુકેશ ક્રિપલાણીએ કરેલ એમ કેસ નંબર 01/ 2015નો પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ ભરી દીધો હતો. આ સમયે તપાસ કરતાં વિગતો જાણવા મળી હતી કે એન કે ચૌહાણના પુત્રને કંપનીમાં નોકરી રાખી દીધો છે. જેથી મેં અને મારી પત્નીએ 2016માં નોટિસ આપી હતી.
આ કેસમાં આમની સામે પણ ફરિયાદઃ
શૈલેશ ભંડારી ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક
અનુરાગ મુકેશ ભંડારી ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક
સંજય જોષી એચઆર જનરલ મેનેજર
બલદેવ રાવલ સિક્યુરિટી ઈન્ચાર્જ અમદાવાદ
અમિત પટવારિકા અમદાવાદ
હિતેશ સોની અમદાવાદ
શ્રીધર મુલચંદાણી અમદાવાદ
અનિલ દ્રિવેદી વડોદરા
બંક્ત સોમાણી અમદાવાદ
PSI એન કે ચૌહાણ આદીપુર
DYSP વી. જે. ગઢવી ગાંધીધામ
DYSP ડીએસ વાઘેલા અંજાર
DYSP આરડી દેસાઈ ભચાઉ
DSP જીવી બારોટ ગાંધીધામ
DSP ભાવના બેન પટેલ ગાંધીધામ સહિત 19 સામે આજે સીઆઈડીક્રાઈમ કચ્છમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે, પોલીસ સંત્રની ભૂમિકાનો આ ફરિયાદમાં ઉલ્લેખ નથી. આ તમામ તત્કાલિન અધિકારીઓ છે.