અડધી રાતે અમદાવાદમાં પિક્ચર જેવી દોડપકડ, `રિયલ સિંઘમ` ગણાતા IPS એ ઉડાડી પોલીસની ઊંઘ!
Gujarat Police: આ IPS અધિકારીએ ઉડાડી અમદાવાદ પોલીસની ઊંઘ! દારૂ-જુગારના અડ્ડા પર ત્રાટક્યો `રિયલ સિંઘમ`. અમદાવાદમાં દારૂના અડ્ડા અને જુગારધામો પર ત્રાટકીને ફિલ્મી સ્ટાઈલમાં રેડ કરીને આરોપીઓને દબોચી લેતા સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ પણ ફફડી ગયાં.
ઉદય રંજન, અમદાવાદઃ એક આઈપીએસ અધિકારીઓ અમદાવાદમાં જગ્યા જગ્યાઓ પર રેડ કરીને આરોપીઓની સાથો સાથ સુતેલી પોલીસની ઊંઘ પણ ઉડાડી દીધી છે. અડધી રાતે અમદાવાદમાં થઈ પિક્ચર જેવી દોડપકડ. ફિલ્મી હીરો જેવી પર્સનાલિટી ધરાવતા આ અધિકારીને કહેવાય છે ગુજરાત પોલીસનો રિયલ સિંઘમ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આરોપીઓ નહીં પણ પોલીસ વિભાગમાં પણ વ્યાપી ગયો ફફડાટ. કારણકે, આ IPS અધિકારી નથી રાખતો કોઈની શેરશરમ. જેને નથી હોતો ટ્રાન્સફરનો ડર. ગુજરાત પોલીસના આ 'રિયલ સિંઘમ'થી ભલભલા ફફડે છે.
હીરો જેવી પર્સનાલિટીવાળા ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ આ અધિકારીનું નામ છે નિર્લિપ્ત રાય. આ અધિકારીએ એક જ રાતમાં માત્ર 12 કલાકમાં અમદાવાદમાં દારૂના અડ્ડા અને જુગારધામો પર ત્રાટકીને ફિલ્મી સ્ટાઈલમાં રેડ કરીને આરોપીઓને દબોચી લેતા સ્થાનિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓ પણ ફફડી ગયાં.
અમદાવાદ શહેર માં smc ની એક રાત માં 5 રેડ બાદ વધુ એક રેડ: (લેટેસ્ટ અપડેટ)
દારૂ અને જુગાર માં એક સાથે કુલ 6 રેડ કરાઈ
અમદાવાદ શહેર પોલીસ ની નિષ્કાળજી થઈ છતી
ખુદ પોલીસ ની એજન્સી એ જ ખોલી પોલ
SMCએ કૃષ્ણનગર માં કરી રેડ
છઠ્ઠી રેડ માં 119 વીદેશી દારૂ સહિત 58 હજાર ના મુદામાલ સાથે 2 આરોપી ની ધરપકડ કરી
અમદાવાદ ના સોલા , ઓઢવ , વાડજ , નિકોલ અને કૃષ્ણનગર માં કરાય દારૂ જુગાર ના 6 કેસ
અમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ પર તવાઈઃ
અમદાવાદ શહેર માં smc ની એક રાત માં 5 રેડ કરવા માં આવી છે જેમાં ખાસ કરી ને દારૂ અને જુગાર માં એક સાથે 5 કેસ કરવા માં આવ્યા છે એક સાથે પાંચ કેસ થયા શહેર પોલીસ ની PCB નિષ્કાળજી છતી થઇ છે અમદાવાદ શહેર ની નિષ્કાળજી અન્ય કોઈ એ નહિ પણ ખુદ તેમની પોલીસ ની એજન્સી એટલે કે SMC એ જ કરી છે અમદાવાદ શહેર સોલા , ઓઢવ , વાડજ અને નિકોલ માં દારૂ અને જુગાર ના 5 કેસ કરવા માં આવ્યા છે આ 5 કેસો માં 11 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી ને 16 આરોપી ઓ ની ધરપકડ અને 10 આરોપી ફરાર થયા છે
અમદાવાદમાં ત્રાટક્યો ગુજરાત પોલીસનો સ્ટેટ મોનીટરીંગ સેલઃ
વર્ષ 2024 માં જાણે પોલીસે બદનામ થવા નું જ નક્કી કર્યું છે ત્યારે અમદાવાદ શહેર માં 12 કલાક માં SMC એટલે કે ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ એ એક સાથે 5 રેડ કરી દારૂ અને જુગાર ના કેસ શોધી કાઢ્યા છે જેમાં અમદાવાદ શહેરના 4 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMC ની મોટી કાયૅવાહી કરી છે સોલા પોલીસ સ્ટેશમાં હદ વિસ્તારના ચાંદલોડિયા રેલવેના છાપરામાં રેડ કરી 29 લિટર દેશી દારુ સાથે 8 ની ધરપકડ કરી છે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નિકોલ ગામ બહુચર ચાર રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકન નં 5 માંથી 73 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આરોપીઓ સહિત સ્થાનિક પોલીસમાં ફફડાટઃ
વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મી નારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટી માંથી 479 બોટલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે ઓઢવમાં જીઆઈડીસી પાસે જય કેમિકલ ગેટ નજીક ખુલ્લામાં દેશી દારુ ના અડ્ડા પર રેડ કરી 230 લિટર દેશી દારૂ સહિત 3 ની ધરપકડ કરી છે ત્યારે ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડા નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી 125 લીટર દરું સાથે 38 ની ધરપકડ કરી છે ત્યારે અમદાવાદ માં એક સાથે 5-5 રેડ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ અને પોલીસ કમિશ્નર ના તાબા હેઠળ આવતી PCB ની સ્કોડ પર સવાલો ઉભા થઈ થયા છે.