પોલીસની તમામ વાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશેઃ સીએમે આપ્યો આદેશ
બેઠકમાં ડેટા અપડેશન કનેક્ટિવિટી અને આધુનિક સાધનના મહત્તમ ઉપયોગ કરી ભાવી રણનિતી ઘડવામાં આવી હતી.
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે પોલીસ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ડેટા અપડેશન કનેક્ટિવિટી અને આધુનિક સાધનના મહત્તમ ઉપયોગ કરી ભાવી રણનિતી ઘડવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે પોલીસની દરેક વેનમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ પોલીસ કંટ્રોલમાં વેનનું રિયલ ટાઇમ મોનીટરીંગ પણ કરી શકાશે જેને કારણે કુદરતી આપદા, હુલ્લડ અને આપાતકાળ સમયે ડેશબોર્ડની મદદથી લોકોની સુરક્ષા કરી શકાશે. આ સાથે જ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ ડેટા એક જ ડેશબોર્ડ પર ઉપલબ્ધ હશે. બેઠકમાં ડેશબોર્ડ વિષે માહિતી આપતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે સીએમે ગૃહવિભાગને આદેશ આપતા કહ્યું કે, તમામ પીસીઆરવાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે. જેથી લોકોને જરૂરીયાતના સમયે તાત્કાલિક મદદ મળી રહે અને પોલીસ શું કરે છે તેનું પણ ધ્યાન રાખી શકાય. જીપીએસ લાગ્યા બાદ પોતાના કામમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ થઈ શકશે.