Gujarat Police ની માનવતા: વિખૂટી પડેલી બાળકીનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો, હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા
પાવાગઢમાં વધુ એકવાર ગુજરાત પોલીસની માનવતા સામે આવી છે. જેમાં પોલીસ જવાને પરિવારથી વિખૂટી પડેલી બાળકીને દર્શન કરાવ્યા છે. વિખૂટી પડેલી બાળકી એકલી એકલી રડતી હતી. ત્યારે પોલીસે બાળકીને મદદ કરી હતી.
જયેન્દ્ર/પંચમહાલ: નવરાત્રિ બાદ ફરી દિવાળીમાં ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળી (diwali) ની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે (pavagadh temple) દર્શને પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આજે બપોર સુધીમાં પાવાગઢ ખાતે 3 લાખ કરતા વધુ ભક્તોએમાં મહાકાળીના દર્શન કર્યા છે. ભક્તોની ભારે ભીડની વચ્ચે બાળકો માતા પિતાથી વિખૂટા પડવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં પાવાગઢમાં વધુ એકવાર ગુજરાત પોલીસની માનવતા સામે આવી છે. જેમાં પોલીસ જવાને પરિવારથી વિખૂટી પડેલી બાળકીને દર્શન કરાવ્યા છે. વિખૂટી પડેલી બાળકી એકલી એકલી રડતી હતી. ત્યારે પોલીસે બાળકીને મદદ કરી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પાવાગઢમાં ગુજરાત પોલીસની માનવતા સામે આવી છે. પાવાગઢ મંદિરમાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે એક બાળકી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી, અને તે ખૂણામાં ઉભી રહીને એકલી એકલી રડતી હતી. ત્યારે ગુજરાત પોલીસના એક જવાનની તેના પર નજર પડી હતી. જવાને પહેલા તો બાળકીને શાંત રાખીને સમજાવીને બાળકીને દર્શન કરાવ્યા હતા. પછી બાળકીને લઈ પરિવારને શોધવા પોલીસ જવાન ભક્તોના ઘોડાપુર વચ્ચે ફર્યો હતો. થોડાક સમય પછી બાળકીના પરિવારજનો મળતા જ હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ જવાને પોતાની ફરજનો એક ભાગ હોવાનું જણાવતા તેમણે આ ઘટના વિશે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. બીજી બાજુ બાળકીના પરિવારે પોલીસ જવાનનો આભાર માન્યો હતો.
'હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું': ગૃહમંત્રી
ભીડમાં બાળકો વિખૂટા પડ્યા
પાવાગઢમાં એટલી ભીડ એકઠી થઈ છે કે, કોઈ વિચારી ન શકે. આવામાં કેટલાક બાળકો પણ વિખૂટા પડ્યા હતા. ભીડમાં 20 જેટલા વિખુટા પડેલા બાળકોનો પોલીસ અને મંદિર ટ્રસ્ટ કન્ટ્રોલ રૂમના માધ્યમથી માતાપિતા સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યુ છે. નવા વર્ષ નિમિત્તે અને રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો એકસાથે પાવાગઢમાં ઉમટયા હતા. મંદિરના દરેક પગથિયે અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. હાલ પાવાગઢમાં ખાનગી વાહનોને માંચી ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ચાંપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. રવિવાર અને તહેવારોની સીજનને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગ શું કહે છે?
એક તરફ ભીડ અને બીજી તરફ, વડોદરામાં ધીમીધારે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગઈકાલે કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. ફતેગંજ, માંજલપુર અને સમા વિસ્તારમાંથી નવા કેસ આવ્યા છે. 15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 56 પર પહોંચી છે. હાલમાં 2 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટિલેટર પર દાખલ છે,. 15 દિવસ અગાઉ વડોદરામાં કોરોનાના શૂન્ય કેસ હતા, પણ એકાએક આંકડો વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube