ગુનાનો ભેદ ઉકેલનાર ગુજરાતના આ સુપરકોપ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વગાડશે વિદેશમાં ભારતનો ડંકો
ભારત માટે પ્રતિનિધિત્વ કરનાર પોલીસ સુપર કોપની સાથે સારા સ્પોર્ટ્સમેન પણ છે. જેઓ વિયેતનામ ખાતે યોજાનારી એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત પોલીસના અધિકારી વિદેશમાં બેડમિન્ટનની ગેમમાં ભારતને રિપ્રેઝેન્ટ કરશે. એસીપી જીતેન્દ્ર યાદવ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. જે ભારત માટે પ્રતિનિધિત્વ કરનાર પોલીસ સુપર કોપની સાથે સારા સ્પોર્ટ્સમેન પણ છે. જેઓ વિયેતનામ ખાતે યોજાનારી એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં હાલમાં ફરજ
આગામી 12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર વિયેતનામ ખાતે રમાનારી એશિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાતના પોલીસ અધિકારી પણ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં હાલમાં ફરજ બજાવતા જીતેન્દ્ર યાદવ પ્રથમ પોલીસ કોપ છે, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય.
પાર્ટનર સમીર અબ્બાસ પણ ખૂબ જ કરી રહ્યા છે મહેનત
પોલીસ અધિકારી જીતેન્દ્ર યાદવ છેલ્લા ઘણા સમયથી બેડમિન્ટન ક્ષેત્રે અલગ અલગ ટુર્નામેન્ટો જીતીને હાલમાં વલ્ડ બેડમિન્ટન ફેડરેશનની નંબર વનની પોઝિશન પર છે. ત્યારે વિયેતનામની ડબલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવા જિતેન્દ્ર યાદવ અને પાર્ટનર સમીર અબ્બાસ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે અગાઉ રાજસ્થાનના ઉદયપુર ખાતે રમાયેલી બેડ મિન્ટનમાં જીતેન્દ્ર યાદવ રેન્કિંગ નંબર 1 પર પણ પહોંચ્યાં હતા. તો ગુજરાત પોલીસ પણ સ્પોર્ટસ માટે 3 થી 5 લાખની સ્કોલરશિપની સાથે પ્લેયર્સને સ્પેશિયલ લીવ આપતા હોય છે જેનો લાભ લેશે.
વર્લ્ડ લેવલની મેચ રમવા માટે તેઓ સક્ષમ
બેડમિન્ટન સ્પોર્ટ્સમાં સ્ફૂર્તિની સાથે બોડી અને મેન્ટલ ફૂટનેશ પણ ખૂબ જ મહત્વની છે જેના માટે જીતેન્દ્ર યાદવ દિવસ દરમિયાન ચાર કલાક જેટલો સમય ફિટનેસ માટે વાપરી રહ્યા છે બેડમિન્ટન પ્રેક્ટિસની સાથે તેઓ રનીંગ ,ફેમિલી ટાઈમિંગ અને નોકરીમાં પણ યોગ્ય પરફોર્મન્સ આપે તે માટે ટાઈમ શિડ્યુલ ફોલો કરી રહ્યા છે. જોકે કેટલીક વખત પોલીસ અધિકારી હોવાના કારણે પ્રેક્ટિસમાં ગેપ પણ પડતો હોય છે પરંતુ આ તમામ બાબતે શિડયુલ વાઇસ પ્રેક્ટિસ ના અંતે હાલ વર્લ્ડ લેવલની મેચ રમવા માટે તેઓ સક્ષમ બન્યા છે.
ભારતને અન્ય દેશોના ચેમ્પિયનો સાથે પણ તેમનો મુકાબલો
પ્રથમ વખત આગામી બેડમિન્ટન માટેની એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ જિતેન્દ્ર યાદવ પાર્ટિસિપેટ થયા છે ત્યારે ભારતને અન્ય દેશોના ચેમ્પિયનો સાથે પણ તેમનો મુકાબલો થવાનો છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતમાંથી પ્રથમ એવા બેડમિન્ટન પ્લેયર અને પોલીસ કોપ છે. પોલીસ અધિકારી તરીકે જીતુ યાદવ psi તરીકે 2001માં શરૂવાત કરી હતી. હાલ તેવો એસીપી તરીકે સાયબર ક્રાઇમ બ્રાંચ માં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી ના કાર્યકાળ માં જીતુ યાદવ એ અનેક મહત્વના ડીટેક્ષન કર્યા છે.