• જામનગર શહેર માફિયા અને ગુંડાતત્વોનો અડ્ડો બની ગયું છે, જેથી ગુજરાત પોલીસ એક્ટિવ થઈ છે.

  • જામનગરના જયેશ પટેલ ગેંગને સાણસામા લેવામાં પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે


મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાતમાં ‘ઓપરેશન જામનગર’ની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગ રૂપે જામનગર (jamnagar) ને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે. ત્યાં જ જયેશ પટેલ ગેંગ (mafiya jayesh patel) ના સાગરિતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ગુજરાત ATS એ પકડી પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આરોપી બળવત ઉર્ફે બ્લલું પટવા હથિયાર સાથે ઝડપ્યો છે. બલ્લુ પટવા જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપ્લાય કરતો હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપીએ ગુજરાતમાં અત્યાર સુધી 100 વધુ હથિયાર સપ્લાય કરી ચૂક્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ આરોપી મધ્યપ્રદેશથી ગુજરાતમાં અલગ અલગ ગેગને હથિયાર પૂરા પાડી ગુનાહિત કૃત્યમાં સાથ આપતો હતો.


આ પણ વાંચો : ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, અમદાવાદમાં બન્યો રસપ્રદ બનાવ


વર્ષ 2019માં જામનગરના પ્રોફેસર રાજાણી કે જેઓ જમીન લે-વેચના ધધાં સાથે સંકળાયેલ છે, તેની પાસેથી કુખ્યાત જયેશ પટેલે 1 કરોડની ખંડણી માંગી હતી. ખંડણી નહિ આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બાઠિયાને કહી તેમના પર ફાયરિંગ કરાવડાવ્યું હતું. જે ગુનામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ દરમ્યાન ખુલાસો થયો હતો કે, હથિયાર મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના બળવતસિંહ ઉર્ફે બ્લલુએ પૂરા પાડ્યા હતા. ત્યારથી ગુજરાત પોલીસના ચોપડે બલ્લું વોન્ટેડ હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં પણ આરોપી બલ્લુ વિરુદ્ધ આમ્સ એકટના ગુના નોંધાયેલા છે. 


ATS એ આરોપી બલ્લુનો કબ્જો જામનગર પોલીસને સોંપ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, બલ્લુએ હથિયાર બીજા કોને કોને સપ્લાય કર્યાં ? તે કેટલા રૂપિયામાં હથિયાર સપ્લાય કરતો હતો અને અન્ય ગુજરાતના કયા કયા ગનામાં બલ્લુએ સપ્લાય કરેલા હથિયારનો ઉપયોગ થયો છે. આ તમામ દિશામાં જામનગર પોલીસ આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ ચલાવશે.