બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આવપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ કે, ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના છે. સાથે જ ID પર કોઈ માહિતીઓ ન જણાવવા સૂચન કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેકર દ્વારા ગુજરાત પોલીસ હેન્ડલનુ નામ બદલી દેવામાં આવ્યુ હતું. ગુજરાત પોલીસનુ નામ બદલીને એલન મસ્કનુ નામ કરાયુ હતું. તેમજ પ્રોફાઈલ ફોટો પણ અંતરિક્ષ યાનની મૂકવામાં આવી હતી. જે અંગે માહિતી આપીને હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા હતા. 



જોકે, આ માટે તાત્કાલિક પગલા લેવાયા હતા. ટેકનિકલ ટીમને હેક થયેલુ એકાઉન્ટ રિપેર કરવા કામે લગાઈ હતી. બે કલાકની જહેમત બાદ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ ફરીથી કાર્યરત થયુ હતુ. જે અંગે ગૃહ રાજયમંત્રીએ જાણકારી આપી હતી.