મૌલિક ધામેચા/અમદાવાદ : શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેસ રિફોર્મ પ્રોજેક્ટની શુક્રવારે શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત અધિક મુખ્ય સચિવ ગૃહ સંગીતા સિંહ, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે પોલીસ પાસેથી મફતનાં ભાવે શીખો હોર્સ રાઇડિંગ, ગૃહમંત્રીના હસ્તે ઉદ્ધાટન


ગૃહમંત્રીએ સૌ પ્રથમ  કોરોનાકાળમાં મૃત્યુ પામેલા ૨૭ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ પ્રદીપસિંહે પોલીસનું સન્માન કરતા ગુજરાતમાં શાંતિનો શ્રેય પોલીસને આપતા  શાંતિના કારણે ગુજરાત સમૃદ્ધ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહત્વનું છે કે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર એવા ગુજરાત પોલીસ માટે આ ફિટનેસ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેથી પોલીસ કર્મી ફીટ હશે તો તેની ફરજ સારી રીતે  અને પ્રભાવક રીતે નિભાવી શકશે. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા 1243 કેસ, 1518 સાજા, 09 લોકોનાં મોત નિપજ્યાં


પોલીસે  કોરોનામાં કરેલી કામગીરી જેવી કે કન્ટેન્મેન્ટઝોન માઈક્રો કન્ટેનમેન્ટઝોન વિસ્તારમાં સુરક્ષા ઉપરાંત જરૂરીયાત મંદને ભોજનની સુવિધા જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. જે ખરેખર સન્માનને પાત્ર છે. હાલમાં આ કામગીરીને પગલે પોલીસની અલગ છાપ અને માનવીય અભિગમ સાથે કામ કરી પોતાની અલગ છબી ઉભી કરી છે. જે અંગે સારી કામગીરી બદલ પોલીસ અધિકારી અને જવાનોનું સન્માન  પણ કરાયું. 


કઇ રીતે થશે પ્રોજેક્ટનો અમલ...
અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે પોલીસની ફિટનેસને ધ્યાને રાખી JCP આર.વી અસારી અને એક ખાનગી સંસ્થા દ્વારા સમગ્ર પ્રોજેક્ટને અમલમાં લાવવામાં આવશે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી તબક્કાવાર પોલીસ સ્ટાફને બોલાવવામાં આવશે.અલગ અલગ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓની 30 વ્યક્તિની બેચને અઠવાડીયામાં એક દિવસ માટે અહીં ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ પ્રાયોગિક ધોરણે માત્ર અમદાવાદ જિલ્લા પુરતો જ આ પ્રોજેક્ટ સિમિત રાખવામાં આવશે. ત્યાર બાદ જો તે સફળ રહેશે તો તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ ટ્રેનિંગમાં યોગ, ઝુમ્બા, તબાટા, સ્ટ્રેચિંગ, કિકબેક, હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ જેવી અલગ અલગ કસરતો કરાવવામાં આવશે. ]


શા માટે અમદાવાદ પોલીસ કર્મચારીઓને તેમના આરોગ્યના સુધારાની જરૂર છે.


1. પોલીસ સ્ટાફનાં સભ્યો કોઇ પણ પ્રકારની આપત્તી અથવા કટોકટીની પરિસ્થિતી જેવી કે કોરોના વાયરસ અથવા તહેવારો દરમિયાન ફરજ દરમિયાન ફ્રન્ટલાઇન વોરિયર છે. 
2. પોલીસ સ્ટાફને અપેક્ષિત કામના કલાકો સાથે 24*7 ફરજ પર ઉપલબ્ધ થવું પડે છે જેના કારણે માનસિક અને શારીરિક આરોગ્ય જોખમાતું હોય છે
3. પોલીસ કર્મચારીઓમાં અનિયમિત દિનચર્યાના ઉપરાંત તમામ સિઝન અને પ્રતિકુળ પરિસ્થિતીમાં કામગીરીના કારણે આરોગ્ય જોખમાય છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube