One year of Corona: ગુજરાતના કોરોના લિસ્ટમાંથી નેતાઓ પણ બાકાત નથી, અમુકને સંક્રમિત કર્યા તો અમુકનો જીવ લઈ લીધો
Corona virus: 1 વર્ષ દરમિયાન ગુજરાતના 7 સાંસદ, ભાજપના ધારાસભ્ય સહિત 18 મોટા નેતાઓ જ્યારે કોંગ્રેસના 12 ધારાસભ્યોને કોરોના બીમાર કરી ચૂક્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (Gujarat) માં ફરી એકવાર કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 19 માર્ચે એટલે કે આજે ગુજરાતમાં કોરોના (Corona Virus) ની એન્ટ્રીને એક વર્ષ પૂરું થયું ત્યારે આ વાયરસે લોકોની સાથે સાથે રાજકીય નેતાઓને પણ સંક્રમિત કરી દીધા. કોંગ્રેસ હોય કે ભાજપ, મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી હોય. દરેક વ્યક્તિ તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે કોણ છે આ રાજકીય નેતાઓ જે કોરોના વાયરસથી સંક્રમિત થયા. જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 35થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતાઓને પણ કોરોના થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 સાંસદ અમિત શાહ, રમેશ ધડુક, ડૉ.કિરીટ સોલંકી, વિનોદ ચાવડા, હસમુખ પટેલ, નારણ કાછડિયા, નરહરિ અમીન કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 25થી વધારે ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતના કયા કયા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે તે જોઈ લઈએ.
કોરોના વાયરસ (Corona Virus) ની ગુજરાતમાં એન્ટ્રી પછી પણ તેને બહુ હળવાશથી લેવામાં આવ્યો. લોકો તો ડરના કારણે ઘરમાં ઘણા સમય સુધી પૂરાઈ રહ્યા. તો પણ કોરોના (Corona) તેમને સંક્રમિત કરી રહ્યો હતો. જ્યારે એસી ગાડીઓમાં ફરતા નેતાઓને તમામ સાવચેતી છતાં પણ કોરોના બીમાર કરી ગયો અને અમુક નેતાઓના તો જીવ હરીને લઈ ગયો. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલનું કોરોના થયા પછી હોસ્પિટલમાં અવસાન થયું. તો અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું પણ કોરોનાના કારણે અકાળે નિધન થયું. જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોના થયા પછી લાંબી સારવાર બાદ હોસ્પિટલમાં અવસાન થયું. તો પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના થયા પછી બીમાર રહેવા લાગ્યા અને તેમનું પણ કોરોનાકાળમાં નિધન થયુ. જ્યારે ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ભાજપના કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું પણ કોરોનામાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું.
કોરોના (Corona) એ નાના-મોટા, ઉચ્ચ અને નિમ્નનો બિલકુલ ભેદ રાખ્યો નથી. તેનું પ્રમાણ છે આ મોટા નામ. જે કોરોનાનો શિકાર બન્યા અને સારવાર બાદ તેઓ સ્વસ્થ પણ થયા.
કયા-કયા સાંસદ કોરોનાથી સંક્રમિત થયા:
1. અમિત શાહ (Amit Shah) , કેન્દ્રીય ગૃહમંત્રી
2. નરહરિ અમીન, રાજ્યસભા સાંસદ
3. નારણ કાછડિયા, લોકસભા સાંસદ
4. વિનોદ ચાવડા, લોકસભા સાંસદ
5. રમેશ ઘડૂક, લોકસભા સાંસદ
6. ડૉ.કિરીટ સોલંકી, લોકસભા સાંસદ
7. હસમુખ પટેલ, લોકસભા સાંસદ
કયા-કયા ભાજપના નેતાઓને કોરોના થયો:
1. વિજય રૂપાણી (Vijay Rupani) , મુખ્યમંત્રી
2. સી.આર.પાટીલ, પ્રદેશ અધ્યક્ષ, ભાજપ
3. હર્ષ સંઘવી, મજૂરા ધારાસભ્ય
4. કિશોર ચૌહાણ, ધારાસભ્ય, ભાજપ
3. નીમાબેન આચાર્ય, ધારાસભ્ય
4. જગદીશ પંચાલ, ધારાસભ્ય, નિકોલ
5. કેતન ઈનામદાર, ધારાસભ્ય, સાવલી
6. રમણ પાટકર, રાજ્ય મંત્રી
7. પૂર્ણેશ મોદી, ધારાસભ્ય, સુરત
8. ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા, રાજ્ય મંત્રી
9. ઈશ્વર પટેલ, મંત્રી
10. અક્ષય પટેલ, ધારાસભ્ય
11. બલરામ થાવાણી,ધારાસભ્ય, નરોડા
12. મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વાઘોડિયા
13. વી.જી.ઝાલાવડિયા, ધારાસભ્ય, કામરેજ
14. પ્રવીણ ઘોઘારી,ધારાસભ્ય, કરંજ
15. બાબુ જમનાદાસ પટેલ, ભાજપ, ધારાસભ્ય, દસક્રોઈ
16. ભિખુ દલસાણિયા, નેતા, ભાજપ
17. કાંતિલાલ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય
18. ભરત પંડ્યા, પ્રવક્તા, ભાજપ
કયા-કયા કોંગ્રેસના નેતાઓને કોરોનાએ સંક્રમિત કર્યા:
1. ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) , નેતા, કોંગ્રેસ
2. શૈલેષ પરમાર, કોંગ્રેસ ધારાસભ્ય
3. ગ્યાસુદીન શેખ, કોંગ્રેસ ધારાસભ્ય
4. ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ ધારાસભ્ય
5. હર્ષદ રિબડીયા, ધારાસભ્ય, વીસાવદર
6. ગેનીબહેન ઠાકોર, ધારાસભ્ય, વાવ
7. ચિરાગ કાલરિયા, કોંગ્રેસ ધારાસભ્ય
8. અમરીશ ડેર, ધારાસભ્ય, રાજુલા
9. રઘુ દેસાઈ, કોંગ્રેસ ધારાસભ્ય
10. નિરંજન પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય
11. કાંતિ ખરાડી, કોંગ્રેસ ધારાસભ્ય
12. સી.જે.ચાવડા, કોંગ્રેસ ધારાસભ્ય
13. શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube