Gujarat Farmers : બોલે એના બોર વેચાય. ગુજરાતમાં આ કહેવાત ફેમસ છે. ગુજરાત ભાજપમાં આમ તો શિસ્તનું શાસન છે. છતાં કેટલાક નેતાઓ આખાબોલા છે. આ નેતાઓ બિન્દાસ્ત બોલવામાં માને છે. તેમાં સામેલ છે રામ મોકરિયા. ભાજપના સાંસદ રામ મોકરિયા બિન્દાસ્ત સરકાર સામે મોરચો માંડે છે. પત્ર હોય કે પોસ્ટ, તેમના એક્શનથી રાજકારણમાં ખળભળાટ મચી જાય છે. ‘એક સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા..’ આવા આક્ષેપો સાથેની તેમની પોસ્ટે રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. તેના બાદ હવે તેમણે નકલી બિયારણ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. નકલી બિયારણના વેચાણના તેમના એક પત્રના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ પત્ર બાદ કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ રામ મોકરિયાના રૂપિયા ખાઈ ગયું
થોડા સમય પહેલા રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આક્ષેપ મૂક્યો હતો કે, ભાજપના એક સિનિયર નેતા મને રૂપિયા પરત નથી આપી રહ્યા. રામ મોકરિયાને ભાજપના સિનિયર નેતા રૂપિયા નથી આપી રહ્યાં. અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે. અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું, પરંતુ રૂપિયા નથી આપ્યા. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ છે. ભાજપના પીઢ નેતા છે અને હાલમાં નિવૃત થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટથી હાલ ભાજપના મોવડીઓના પેટમાં તેલ રેડાયુ હતું. કોણ તેમના રૂપિયા ખાઈ ગયા તે અંગે ચર્ચા ઉઠી હતી. 


ગુજરાતમાં નકલી બિયારણ વેચાણની ખુદ ભાજપના જ સાંસદે ખોલી પોલ, ગાંધીનગર સુધી પડ્યા પડઘા


કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા - રામ મોકરિયા
આ મુદ્દે રામ મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસ રકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જોઈએ. 


એક સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા, ભાજપના સાંસદ રામ મોકરિયાના આરોપથી ખળભળાટ


ઠંડી-ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી : ગુજરાતના આ શહેરોમાં આજે 7 નવેમ્બરે વરસાદની આગાહી