Gujarat Politics: ગુજરાતમાં કોંગ્રેસનું `જાહેર રાજકારણ`, અમિત ચાવડાની મહેનત રંગ લાવશે?
Gujarat Congress: ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ માત્ર 17 સીટો જીતી હતી. પરંતુ હવે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલાં નવી ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે. હવે કોંગ્રેસ લોકો વચ્ચે જઈને તેના પ્રશ્નો સાંભળી રહી છે.
ગાંધીનગરઃ Gujarat Congress: કર્ણાટકમાં કોંગ્રેસની વાપસી છતાં પાર્ટી ગુજરાતમાં મોટી સંજીવનીની રાહ જોઈ રહી છે. 2022ના ચૂંટણી પરિણામોમાં મળેલા આંચકામાંથી બહાર આવવા માટે પાર્ટી આ દિવસોમાં જનતાની વચ્ચે છે અને પહેલીવાર પબ્લીક પ્લેસ પોલિટિક્સની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જેનું નેતૃત્વ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા કરી રહ્યા છે.
ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા આ દિવસોમાં જનમંચ દ્વારા લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળવામાં વ્યસ્ત છે. તેની કમાન ખુદ અમિત ચાવડા સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને અનેક શહેરોમાં યલો અને ઓરેન્જ એલર્ટ છે, ત્યારે પણ ચાવડા તેમના જન મંચ અભિયાન દ્વારા જનતાના પ્રશ્નો સાંભળી રહ્યા છે. અમિત ચાવડા જે ઉત્સાહ સાથે જનમંચના કાર્યક્રમોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે કે કદાચ ચાવડાએ રાજ્યમાં પક્ષને મજબૂત કરવાનો પડકાર સ્વીકારી લીધો છે. કોંગ્રેસ પર અવારનવાર જાહેર સ્થળની રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ પર નજર કરીએ તો ચાવડા અલગ અંદાજમાં જોવા મળે છે. તેમણે તેમનો જન્મદિવસ અંબાજીમાં ઉજવ્યો અને ત્યાર બાદ 1લી મેથી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, ગુજરાત રાજ્ય વ્યાપી કાર્યક્રમ જન મંચમાં જનતાની સમસ્યાઓ સાંભળવા નીકળી પડ્યા છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા તે દિવસે ચાવડા જનમંચના કાર્યક્રમમાં પણ હતા. તેમણે સુરતમાં જન મંચના મંચ પરથી પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે નહીં, અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટઃ હવામાન વિભાગ
જન મંચમાં જોડાતા લોકો
કોંગ્રેસે લોકોને વચન આપ્યું છે કે તે તેમના પ્રશ્નો અને સમસ્યાઓને જાહેર સભાથી લઈને વિધાનસભા સુધી લઈ જશે. આ માટે તેમણે જનતાને જન મંચનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેમાં અમિત ચાવડા સતત બેસીને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. લોકો પોતાની અલગ-અલગ સમસ્યાઓ લઈને જન મંચના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં એક મહિલાની વ્યથા આંસુમાં પ્રતિબિંબિત થઈ હતી. મહિલા સ્ટેજ પર પહોંચી કે તરત જ તે રડવા લાગી. ચાવડાએ મહિલાને પાણી પીવડાવી તેની ફરિયાદ નોંધી હતી. જન મંચના કાર્યક્રમમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો પોતાની સમસ્યા અને પીડા વ્યક્ત કરી રહ્યા છે. ચાવડા હવે લાંબી લડાઈના મૂડમાં છે. હવે જોવાનું એ રહેશે કે અમિત ચાવડા પોતાની મહેનતથી કોંગ્રેસમાં કેટલો પ્રાણ પૂરે છે કારણ કે કોંગ્રેસની પબ્લિક પ્લેસ રાજનીતિને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો- સુરતમાં 26 અને 27 મેએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને પ્રવચન, જાણો વિગત
આઠ જિલ્લામાં થઈ ગયો આ કાર્યક્રમ
કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી જ જનમંચનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. પાર્ટીએ આ તાલુકા સ્તરે જનમંચના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. 21 મે સુધી પાર્ટીએ રાજ્યના આઠ જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે અમારા માટે જનતા જ સરકાર છે. લોકોની સમસ્યાઓ સાંભળવી અને તેને વિધાનસભામાં ઉઠાવવી એ વિપક્ષનું કામ છે, પાર્ટી આમાંથી પાછળ નહીં હટે. પાર્ટીનો આ કાર્યક્રમ ચાલુ રહેશે અને ચોમાસા સત્રમાં પાર્ટી લોકોના પ્રશ્નોને ગૃહમાં ઉઠાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube