ગૌરવ દવે/રાજકોટ :આવતી કાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સાથે કોળી સમાજના આગેવાનોની મહત્વ પૂર્ણ મિટિંગ યોજાનાર છે. ત્યારે આ મીટીંગ મળે તે પહેલા કોળી સમાજની મિટિંગમાં ભંગાણ પડ્યુ છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા (devji fatepara) ની નારાજગી સામે આવી છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા (kunvarji bavaliya) એ દેવજી ફતેપરાને મિટિંગમાં બોલાવવા માટે વચન આપ્યું હતું. પરંતુ વચનમાં આગેવાનો કરતા બીજા લોકોને બોલાવતા ફતેફરા નારાજ થયા છે. આગામી દિવસોમાં ફતેપરા કોળી સમાજનું સંમલેય બોલાવાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીટિંગમાં દેવજી ફતેપરાને ન બોલાવાયા
આગામી દિવસોમાં ફતેપરા કોળી સમાજનું સંમેલન મળી શકે છે. ત્યારે આ પહેલા જ કોળી સમાજના બે મોટા નેતા વચ્ચે ફાંટા પડ્યા છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બાવળિયાથી નારાજ થયા છે. કોળી સમાજની બેઠકમાં અવગણનાથી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પાટીલ સાથેની બેઠક પહેલા કોળી સમાજની બેઠક યોજાનાર છે. તે પહેલા જ સમાજના બે ફાંટા પડ્યા છે. 


આ પણ વાંચો : શ્વાને સિંહ સામે પડકાર ફેંક્યો, પોતાના ગલૂડિયાને સિંહનો શિકાર થતા બચાવ્યા, જુઓ Video


મને અલગ પાડવાનો પ્રયાસ થયો - ફતેપરા
સીઆર પાટીલ સાથેની બેઠક પહેલા જ કોળી સમાજમાં નારાજગી સામે આવી છે. આ નારાજગી વિશે જાહેરમાં દેવજી ફતેપરાએ કહ્યું કે, મને અલગ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું પણ આગામી સમયમાં સીઆર પાટીલને મળીશ. હવે કુંવરજીભાઈ એમની રીતે મળશે અને હું મારી રીતે મળીશ. કુંવરજીભાઈને સાથે રાખવાનો પ્રશ્ન જ નથી થતો. મોટા કોળી આગેવાનોની અવગણના થઈ છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના મોટા નેતા બેઠકમાં નથી ગયા. તો ભાજપ સાથે નારાજગી વિશેનો પ્રશ્ન પૂછતા જ ફતેપરાએ કહ્યું કે, હું ભાજપ સાથે છું અને રહીશ. સૌરાષ્ટ્રના આગેવાનો સાથે ચર્ચા બાદ આગળનો કાર્યક્રમ નક્કી કરશું. આમ, સીઆર પાટીલ કોળી સમાજના આગેવાનો સાથે બેઠક યોજવાના છે અને એ બેઠક પહેલા જ કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે.