અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન, હવે કહ્યું-કોઈ કોંગ્રેસીને ભાજપમાં લેવામાં નહિ આવે
ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (cr patil) રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં તેમને આમંત્રણ નથી આપ્યું, અમરીશ ડેર જ નહિ, હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી. સાથે જ પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે તેવુ નિવેદન પણ આપ્યું છે.