Ahmedabad : કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકે (Mukul Wasnik) 2024ની ચૂંટણી માટે ગુજરાતનું મિશન સંભાળ્યું છે. ગુજરાતના પ્રભારી બન્યા બાદ વાસનિક અમદાવાદ પહોંચ્યા ત્યારે યુવા મોરચાના કાર્યકરોએ બાઇક રેલી દ્વારા વાસનિકનું સ્વાગત કર્યું હતું. યુવા કાર્યકરોને ઉત્સાહિત કરીને વાસનિકે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને પણ ઉત્સાહિત કર્યા અને કહ્યું કે 2004ના મંત્ર સાથે તેઓ 2024ની ચૂંટણીમાં આગળ વધશે. રાજ્ય કાર્યાલય રાજીવ ભવનમાં પક્ષના નેતાઓને સંબોધતા વાસનિકે ગુજરાત સાથેના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે મને ગુજરાતની મુલાકાત લેવાની તક મળી હતી. આ પછી વાસનિકે સંકેત આપ્યો કે પાર્ટી હવે નવી રીતે આગળ વધશે. સંસ્થાના કામ પર નજર રાખવામાં આવશે, દરેકની જવાબદારી નક્કી કરવામાં આવશે. વાસનિકે કહ્યું કે જે લોકો સારું કામ કરશે તેમને ચોક્કસ પાર્ટીમાં આગળ વધવાની તક આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકનું કાર્યકરોને સંબોધન કરતા ચેતવણી આપી કે, જે લોકો પોતાની જવાબદારી સારી રીતે ના નિભાવી શકે એમને પદ છોડી દેવું જોઈએ. લડતમાં સમય પર ના પહોચી શકનારના કારણે હાર થયાનું બહાનું ના ચાલે. જે પ્રયત્નો કેન્દ્રીય નેતૃત્વ અને રાહુલ ગાંધી કરે છે એવો જ આપણે અહીંયા કરવાનો છે. લડત ખુબ કઠિન છે, આપણે એટલા કઠિન પ્રયત્નો કરવાના છે. આ સાથે જ તેઓએ નાનું સંગઠન બનાવવાની સલાહ આપી. આ વિશે તેઓએ કહ્યું કે, આપણે સંગઠનમાં ભીડ એકત્રિત નથી કરવાની, ભીડ અનિયંત્રિત હોય. ફેબ્રુઆરી સુધી સંગઠાત્મક અને ત્યારબાદ ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજીશું.


કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજ આગળ આવ્યો, આટલા રિવાજો પર આજથી મૂક્યો પ્રતિબંધ


તેઓએ કાર્યકર્તાઓને કહ્યું કે, ગુજરાત સાથે મારો નાતો ઘણો જૂનો છે. હું લાંબા સમયથી ગુજરાત સાથે જોડાયેલો છું, ગુજરાતે મને હંમેશા સ્નેહ અને પ્રેમ આપ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત કરવામાં આવશે અને તાલુકા-જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. પ્રતિભાશાળી લોકોને યોગ્ય કામગીરી-જવાબદારી સાથે સંસ્થામાં મૂકવામાં આવશે.


ચિંતા કરાવતી અંબાલાલ પટેલની આગાહી : 30 વર્ષમાં પહેલીવાર આવું કંગાળ ચોમાસું આવ્યું


'ગો ધ પીપલ' એ મંત્ર હશે
વાસનિકે કહ્યું કે 2004 પહેલા પણ એવું લાગતું હતું કે કોંગ્રેસ પુનરાગમન કરી શકશે નહીં, પરંતુ પાર્ટીએ 2004ની ચૂંટણીમાં આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. વાસનિકે કહ્યું કે 2004ની ચૂંટણી પહેલા પાર્ટીએ 'લોકોમાં જાઓ' ના મંત્ર સાથે લોકો સુધી પહોંચી હતી અને પાર્ટીને સફળતા મળી હતી. પાર્ટી ફરી એકવાર એ જ મંત્ર સાથે આગળ વધશે. 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારની જનવિરોધી નીતિઓથી ગુજરાતનો સામાન્ય માણસ, મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પરેશાન છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિતો, આદિવાસીઓ, વંચિતો અને લઘુમતી સમુદાયો પર અત્યાચાર વધી રહ્યા છે. જ્યારે દોષિત ઠેરવવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો છે. મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. વાસનિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આંગણવાડીઓ, આશા વર્કર, મધ્યાહન ભોજન બહેનો, ફિક્સ વેતન, રાજ્યના યુવાનોને સન્માન સાથે રોજગારી આપવા માટે કોન્ટ્રાક્ટ, સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર-અનિયમિતતા બંધ કરાવવાના નામે આર્થિક શોષણ સામે લડત આપશે.


કારોબારીમાં 7 ઠરાવો પસાર થયા
પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિગતવાર કારોબારી સમિતિની બેઠક ગુજરાત રાજ્યના નવા પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં યોજાઈ હતી. જેમાં સાત ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.


ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા