Loksabha Election 2024: ભરૂચ લોકસભામાં જામશે ત્રિકોણીય જંગ! જાણો કોણ લઈ જશે લાભ
Bharuch Loksabha Election 2024: ભરૂચ લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે. ભાજપ અને કોંગ્રેસે આમને સામને આદિવાસી ઉમેદવાર અનુક્રમે મનસુખ વસાવા અને ચૈતર વસાવાને ઉતાર્યા છે, તેમાં છોટુ વસાવા નિર્ણયાક ભૂમિકામાં છે. ત્યારે અહીં વસાવા vs વસાવાનો ત્રિપાંખીયો જંગ ખેલાશે. જોકે આ બધા વચ્ચે કેટલાક પરિબળો પરિણામને અસર કરી શકે છે. ભરૂચ લોકસભા બેઠકનો ભૂતકાળ, પરિણામના અસર કરતા પરિબળોનું રાજકીય સમીકરણો પણ વિગતવાર જાણીશું....
- ભરૂચ લોકસભામાં જામશે ત્રિકોણીય જંગ
- ભરૂચમાં BAP ઉમેદવાર તરીકે દિલીપ વસાવાના નામની જાહેરાત કરાઈ
- છોટુ વસાવાના પુત્ર છે દિલીપ વસાવા
- છોટુ વસાવાએ કરી પોતાના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત
- ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિલીપ વસાવાનું નામ સામે આવ્યું
Bharuch Loksabha Election 2024: ભરૂચ લોકસભાને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતની રાજનીતિમાં આ સમાચાર એટલા માટે મહત્ત્વના છેકે, કારણકે, આ એવા વિસ્તારની વાત છે જે એક આદિવાસી બહુલ વિસ્તાર છે. આ વિસ્તારને કેવું પ્રતિનિધિત્વ મળશે તે આ વખતની લોકસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. પણ એ પહેલાં લોકોનો મિઝાજ પણ મહત્ત્વનો છે. ત્યારે હવે આ વિસ્તારમાં બેના બદલે ત્રણ-ત્રણ નેતાઓ વચ્ચે જંગ જામ્યો છે.
આ વિસ્તારમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ. આજે આ અંગેની જાહેરાત ખુદ ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ છોટુ વસાવાએ કરી છે. રાજ્યભરમાં ચર્ચાના સ્થાને રહેલી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આપના ચૈતર વસાવાને ચૂંટણી જંગમાં ઉતરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે આ જંગની અંદર BAP ની એન્ટ્રી થઈ છે. BAP ની એન્ટ્રી બાદ ભરૂચ લોકસભામાં જામશે ત્રિકોણીય જંગ.
વોટ તોડવા માટે ઉમેદવારી કરી હોવાનો આક્ષેપઃ
આપના ઉમેદવાર ચૈતર વસાવાએ એવો આક્ષેપ કર્યો છેકે, દિલીપ વસાવા ચૂંટણી જીતવા માટે મેદાનમાં નથી ઉતર્યા પણ વોટ તોડવા માટે ઉતર્યા છે. ભરૂચ લોકસભા પરથી દિલીપ વસાવાના નામની જાહેરાત કરીને ભારતીય આદિવાસી પાર્ટી એટલેકે, છોટુ વસાવા ભાજપના ફાયદો કરાવવા માંગે છે. એટલા માટે જ છોટુ વસાવાએ પોતાના દિકરા દિલીપ વસાવાને આગળ ધર્યો છે.
ભરૂચ લોકસભા બેઠકના મતદારો :
કુલ 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ સાથેની ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો, 8.27 લાખ મહિલા મતદારો અને 83 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ મતદારો સાથે સૌથી વધુ મતદારો છે. જ્યારે કરજણ વિધાનસભામાં 2.15 લાખ મતદારો સૌથી ઓછા છે.
3 દાયકાથી ભાજપનો ગઢ છે ભરૂચ :
ભરૂચ લોકસભા બેઠક પર 1989 માં મર્હુમ એહમદ પટેલનો ચંદુભાઈ દેસમુખ સામે પરાજય થયો ત્યારથી આ બેઠક ભાજપના હાથમાં રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર 35 વર્ષથી એકહથ્થુ શાસન રાખનાર ભાજપે છેલ્લા 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. 2024 લોકસભા ચૂટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ભરૂચમાં આ ત્રણ નેતાઓ વચ્ચે જામશે ત્રિકોણીય જંગઃ
ઉમેદવાર પક્ષ
મનસુખ વસાવા - ભાજપના ઉમેદવાર
ચૈતર વસાવા - AAP ના ઉમેદવાર
દિલીપ વસાવા - ભારતીય આદિવાસી પાર્ટી
ત્રિપાંખિયો જંગ છેડાયોઃ
ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આમ તો ઈન્ડિયા ગઠબંધને પહેલેથી જ આરપારના ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહેશે તો સામે 6 ટર્મથી સતત જંગી લીડથી જીતેલા મનસુખ વસાવાને ભાજપે "નો રિસ્ક" થિયરી અપનાવી રીપીટ કર્યા છે. ત્યારે હવે આ લડાઈમાં ભારતીય આદિવાસી પાર્ટી એટલેકે, BAP ની એન્ટ્રી થઈ છે. BAP ના પ્રમુખ છોટુ વસાવાએ આ બેઠક પરથી લોકસભામાં પોતાના દિકરા દિલીપ વસાવાને ચૂંટણી લડાવવા ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ ત્રિપાંખિયો જંગ છેડાયો છે.