ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણ
Patidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે. હવે ગુજરાતમાં મોદી અને અમિત શાહની સભાઓ બાદ કેવો માહોલ રહે છે એ પર આ ચૂંટણી નિર્ભર છે.
Loksabha Election : ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સૌથી મોટું ફેક્ટર ગણાય છે. પાટીદારો ધારે તો સરકાર બદલી દે છે. ભૂતકાળમાં આવા અનેક દાખલા જોવા મળ્યા છે. તેથી જ ગુજરાતમાં કોઈ પણ સત્તામાં હોય, પાટીદાર વોટબેંક સાચવવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે, ભાજપ ક્ષત્રિયોના આક્રોશ બાદ પણ ઝૂક્યુ નથી, અને રાજકોટમાં રૂપાલાની ટિકિટ પાછી લેવાઈ નથી. રૂપાલાની ટિકિટ લેવાય તો પાટીદારો બગડે, અને ભાજપ માટે તે ક્ષત્રિયોના વિરોધ કરતા વધુ ભારે પડી શકે છે. પરંતુ 2024 ની લોકસભા ચૂંટણીમાં પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર વધુ મહેરબાન થયેલા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં જ ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો. ત્યારે ગુજરાતની રાજનીતિમાં એક નવુ પિક્ચર ઉપસીને આવ્યું છે.
કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી
ગુજરાતમાં સરકાર બનાવવા માટે સૌરાષ્ટ્રનું રાજકારણ વધુ મહત્વનું રહ્યું છે. જ્ઞાતિ આધારિત મતની વાત કરીએ તો પાટીદાર વોટબેંક દરેક સરકાર માટે મહત્વની છે. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે ઉમેદવારની પસંદગીમાં પાટીદાર ફેક્ટર પર વધુ ફોકસ કર્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપે 2 પાટીદાર તથા કોંગ્રેસે 4 લેઉવા પટેલને ટિકિટ આપી છે. અહીંના ગણિતની વાત કરીએ તો, સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં અમરેલી અને પોરબંદર એમ બે બેઠક પર ભાજપે લેઉવા પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે અમરેલી, પોરબંદર, રાજકોટ અને જામનગર એમ ચાર બેઠક પર લેઉવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી.
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણય
નરેશ પટેલે પણ માન્યો હતો આભાર
તાજેતરમાં જ ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો હતો. તો બીજી તરફ, પુનમબેન માડમને રિપીટ કર્યાં છે. તો કોંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી છે. આથી નરેશ પટેલે જાહેરમાં કોંગ્રેસનો આભાર માન્યો હતો. સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ છે. ત્યારે જો નરેશ પટેલ જાહેરમાં કોંગ્રેસનો આભાર માને તો સો ટકા વોટિંગ પર અસર કરી શકે છે. ત્યારે જામનગર ક્ષેત્રમાં લેઉવા પટેલ હવે કોંગ્રેસને ‘મત’ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.
લેઉવા પાટીદાર ઉમેદવારની સાથે જવાનું પસંદ કરશે
નરેશ પટેલનું નિવેદન ચૂંટણી પ્રચારમાં ગરમાવો લાવી શકે છે. હાલના સમયે રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું વલણ મહત્વનું બની જશે. મતલબ કે આ સમુદાય મોટાભાગની બેઠક પર કોંગ્રેસના અને બે બેઠકો જયાં આમ આદમી પાર્ટી ચુંટણી લડી રહ્યા છે ત્યાં ‘આપ’ના ઉમેદવારને મત આપશે. અગાઉ 2009માં જયારે ભાજપે કડવા પાટીદાર કિરણ ભાલોડીયા (પટેલ)ને ટિકીટ આપી તે સમયે આ લેઉવા પટેલ સમુદાયનું વજન કોંગ્રેસના કોળી સમુદાયના કુવરજીભાઈ બાવળીયાની તરફેણમાં મુકયું હતું અને કુંવરજીભાઈ વિજેતા પણ બન્યા હતા હવે તેઓ લેઉવા પાટીદાર ઉમેદવારની સાથે જવાનું પસંદ કરશે તે રસપ્રદ રીતે પુછાઈ રહ્યો છે અને ભાજપનું ધ્યાન પણ તેના પર જ છે.
હવે જોવું એ રહ્યું કે, રાજકોટમાં જયાં બે પાટીદારનો જંગ છે. અહીં કડવા-લેઉવાનો જંગ છે. અહી ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી ઉભા છે. ત્યારે નરેશ પટેલનું નિવેદન બંનેમાંથી કોને ફળશે તે તો સમય આવતા જ ખબર પડશે.
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માંગો છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવો